મધ્યપ્રદેશ દેશનું શ્રેષ્ઠ રાજ્ય તો ઈન્દોર બન્યું સૌથી સ્માર્ટ સિટી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પુરસ્કાર અપાયો
દિલ્હીઃ ભારત દેશ અનેક સંસ્કૃતિથી ભરેલો દેશ છે અહી અનેક રાજ્યો તો સેંકડો સિટીઓ વસેલા છે ત્યારે હવે મધ્યપ્રદેશ કે જે દેશનું સૌછી શ્રેષ્ઠ રાજ્ય તરીકે ખ્યાતિ પામ્યું છે એટલું જ નહી મધ્યપ્રદેશના ઈન્દોરને દેશનું સૌથી સમ્રાટ સિચટી તરીકે જાહેર કરાયું છે.
આજરોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી એ ઈન્દોર સહિત 15થી વધુ શહેરોમાં સ્માર્ટ સિટી એવોર્ડ્સનું વિતરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશની એક દિવસીય મુલાકાતે છે. તે ઈન્દોર અને જબલપુરમાં કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
આ સહીત રાષ્ટ્રપતિ બુધવારે ઈન્દોરમાં યોજાનારી સ્માર્ટ સિટીની નેશનલ કોન્ફરન્સમાં ભાગ લીઘો હતો. તે ઈન્દોર સહિત 15થી વધુ શહેરોમાં સ્માર્ટ સિટી એવોર્ડ્સનું વિતરણ કર્યું છે.જાણકારી પ્રમાણે છ કેટેગરીમાં એવોર્ડ જીતનાર ઈન્દોરને દેશના સૌથી સ્માર્ટ સિટીનો ખિતાબ મળ્યો છે. તેમના સિવાય રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.