Site icon Revoi.in

મધ્યપ્રદેશ દેશનું શ્રેષ્ઠ રાજ્ય તો ઈન્દોર બન્યું સૌથી સ્માર્ટ સિટી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પુરસ્કાર અપાયો

Social Share

દિલ્હીઃ ભારત દેશ અનેક સંસ્કૃતિથી ભરેલો દેશ છે અહી અનેક રાજ્યો તો સેંકડો સિટીઓ વસેલા છે ત્યારે હવે મધ્યપ્રદેશ કે જે દેશનું સૌછી શ્રેષ્ઠ રાજ્ય તરીકે ખ્યાતિ પામ્યું છે એટલું જ નહી મધ્યપ્રદેશના ઈન્દોરને દેશનું સૌથી સમ્રાટ સિચટી તરીકે જાહેર કરાયું છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઈન્દોર સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા ઈન્દોર પહોંચ્યા હતા. ગૃહમંત્રી ડો.નરોત્તમ મિશ્રાએ ઈન્દોર એરપોર્ટ પર રાષ્ટ્રપતિ મુર્મુને પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કર્યું હતું. રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ સ્થળ પર જવા રવાના થયા છે.

આજરોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી એ ઈન્દોર સહિત 15થી વધુ શહેરોમાં સ્માર્ટ સિટી એવોર્ડ્સનું વિતરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશની એક દિવસીય મુલાકાતે છે. તે ઈન્દોર અને જબલપુરમાં કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

આ સહીત રાષ્ટ્રપતિ બુધવારે ઈન્દોરમાં યોજાનારી સ્માર્ટ સિટીની નેશનલ કોન્ફરન્સમાં ભાગ લીઘો હતો. તે ઈન્દોર સહિત 15થી વધુ શહેરોમાં સ્માર્ટ સિટી એવોર્ડ્સનું વિતરણ કર્યું છે.જાણકારી પ્રમાણે છ કેટેગરીમાં એવોર્ડ જીતનાર ઈન્દોરને દેશના સૌથી સ્માર્ટ સિટીનો ખિતાબ મળ્યો છે. તેમના સિવાય રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. 

પોતાના સંબોઘનમાં રાષ્ટ્રપતિ એ કહ્યું કે  આ તમામ એવોર્ડ વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. ઈન્દોરે ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે. સ્માર્ટ સિટીમાં પણ ઈન્દોર મોખરે છે. ભારતના શહેરો દેશના જીડીપીમાં બે તૃતીયાંશ યોગદાન આપે છે. 2040 સુધીમાં યોગદાન 40 ટકા હશે.
મધ્યપ્રદેશ શ્રેષ્ઠ રાજ્યનો ખિતાબ જીત્યો. મંત્રી ભૂપેન્દ્ર સિંહે રાષ્ટ્રપતિ પાસેથી એવોર્ડ મેળવ્યો હતો. બીજા ક્રમે તમિલનાડુ, ત્રીજા સ્થાને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશને પુરસ્કાર આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિએ નેશનલ સ્માર્ટ સિટી એવોર્ડમાં ઈન્દોરને બેસ્ટ સ્માર્ટ સિટીનો એવોર્ડ આપ્યો હતો. મેયર પુષ્ય મિત્ર ભાર્ગવ અને સાંસદ શંકર લાલવાણીએ રાષ્ટ્રપતિ પાસેથી એવોર્ડ મેળવ્યો હતો. તે જ સમયે, સુરત શહેર બીજા સ્થાને હતું, જ્યારે આગ્રા ત્રીજા સ્થાને હતું. ઈન્દોરને છ કેટેગરીમાં એવોર્ડ મળ્યા હતા. એકંદરે, ઈન્દોરે દેશમાં સૌથી વધુ એવોર્ડ જીત્યા.