Site icon Revoi.in

અમદાવાદમાં શ્રેષ્ઠ શિક્ષકોનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે કરાશે સન્માન

Social Share

અમદાવાદઃ શહેરના જીએમડીસીના ઓડિટોરિયમમાં આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકો અને સારસ્વતોનું સનમાન કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા શિક્ષણવિદો રાષ્ટ્રીય નવી શિક્ષણનીતિમાં શિક્ષકની ભૂમિકા વિષય ઉપર ચર્ચા કરવામાં આવશે. તેમજ છ જેટલા પુસ્તકોનું મહાનુભાવા હસ્તે વિમોચન કરવામાં આવશે.

અમદાવાદના જીએમડીસી ઓડિટોરિયમમાં અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન આયોજીત રાષ્ટ્રીય નવી શિક્ષણનીતિમાં શિક્ષકની ભૂમિકા વિષય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સારસ્વતો અને શિક્ષકોને રાજ્યપાલજી અને શિક્ષણવિદોના હસ્તે પ્રમાણપત્ર અને એવોર્ડથી સન્માનીત કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં સારુ અને અલગ પ્રકારનું કામ કરતા શિક્ષકોની પસંદગી કરીને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કટાર લેખક દેવેન્દ્રભાઈ પટેલ, પૂ. શાસ્ત્રી પુરૂષોત્તમચરણદાસજી, પૂર્વ મુખ્ય સચિવ પી.કે.લહેરી સહિતના મહામાનુભાવો નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ વિશે અને તેમાં શિક્ષકની ભૂમિકા વિશે માર્ગદર્શન આપશે.

અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ છેલ્લા 20 વર્ષથી શિક્ષણવિદો અને સમાજસેવાના ક્ષેત્રે કાર્યરત છે. રાજ્યમાં શિક્ષણને લગતા જે પણ સામયિકો અત્યારે ચાલી રહ્યાં છે તેમાં અચલા શિરમોર છે તેમાં પ્રકાશિત થતા લેખોનું આગવુ અને ગુણવત્તા છે.