પૂર્વ ભારતના વિકાસને લઈને કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,કનેક્ટિવિટી વધારવાનો પ્લાન જાહેર
દિલ્હી: કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ ઉત્તર-પૂર્વના અરુણાચલ પ્રદેશને મોટી ભેટ આપી છે. નીતીન ગડકરીએ કહ્યું હતું કે, કેન્દ્રએ અરુણાચલ પ્રદેશમાં 7 બ્રિજ પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી છે. આ પુલ 118.5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે.
આ પ્રોજેક્ટ્સમાં, પૂર્વ કામેંગ જિલ્લાના લાચાંગ અને ગોઆંગ વિસ્તારોમાં પાચા નદી પર બે કોંક્રિટ પુલ બનાવવામાં આવશે. વધુમાં, NH-313 પર લોઅર ડિબાંગ જિલ્લાના રોઈંગ-અનિની રોડથી NHPC કોલોની થઈને ન્યુ ચિડુ ગામ સુધી ત્રણ પુલ બાંધવામાં આવશે. મુખ્યમંત્રી પેમા ખાંડુએ પણ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી આ ભેટ પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી અને પીએમ મોદીનો આભાર પણ માન્યો. સીએમ પેમાએ લખ્યું કે, સેતુ બંધન યોજના દ્વારા કનેક્ટિવિટીમાં અંતરને દૂર કરવું શક્ય બન્યું છે. અરુણાચલ પ્રદેશના સર્વાંગી વિકાસ માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર. નવા પુલ આપણા લોકો માટે જીવન સરળ બનાવશે અને સ્થાનિક અર્થતંત્રને પણ વેગ આપશે.
કેન્દ્રીય મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પણ પોસ્ટ કર્યું કે આ પુલો સેતુ બંધન યોજના હેઠળ બનાવવામાં આવશે. તેમની પોસ્ટમાં ગડકરીએ લખ્યું, ‘સેતુ બંધન યોજના હેઠળ, અમે નાણાકીય વર્ષ 2023-24માં અરુણાચલ પ્રદેશ રાજ્ય માટે રૂ. 118.50 કરોડના ખર્ચના 7 બ્રિજ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય તમામ ક્ષેત્રોમાં કનેક્ટિવિટી વધારવાનો અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રોજેક્ટ્સ જીવનની એકંદર ગુણવત્તા સુધારવા અને અરુણાચલ પ્રદેશના સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાની અમારી પ્રતિબદ્ધતાને અનુરૂપ છે.