Site icon Revoi.in

તમારા બેંકોના કામમાં આવશે મોટી અડચણઃ આ મહિનામાં 17 દિવસ બેંકોમાં રહેશે રજા

Social Share

દિલ્હીઃ- હવે આજથી અનેક તહેવારોના આરંભ થઈ ચૂક્યો છે,દિવાળીને હવે 2 દિવસ બાકી રહ્યા છે ત્યારે સરકારી કાર્યાલયોમાંપણ હવે રજાઓ શરુ થનાર છે.દિવાળી હોવાના કારણે અનેક સરકારી કાર્.યલયોમાં મોટા ભાગે રજાઓ રહેશે આવી સ્થિતિમાં  બેંકોની રજાની યાદી પણ જારી કરવામાં આવી ચૂકી છે,જે પ્રમાણે આ મહિનામાં કેટલા દિવસ સુધી બેમંકોના કામકાજ બંધ રહેશે તે તમે જાણી શકો છો.

આવતી કાલે દેશભરમાં ઘનતેરસની ઉજવણી કરાશે ત્યાર બાદ ભાઈબીજ સુધીના તહેવાર સુધી બેંકોમાં રજા રહેશે, અને સોમવારથી બેંકોનું કામકાજ ચાલુ રહેશે ,આમન આ 5 દિવસ અને બીજા 12 દિવસ મળીને કુલ 17 દિવસ સુધી આ મહિનામાં બેંકો બંધ રહેશે.

જો કે આ 17 સજાઓ એક સાથે નહી પરંતુ અવાર નવાર રહેશે,જેમાં તહેવારોની ઉજવણી, રવિવારના દિવસો, બે શનિવારની રજાને ગણી લેવામાં આવી છે

નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ 11 દિવસની બેંકોમાં રહેશે રજા

જો તમારે બેંકના કામ પતાવવા હોય તો તમારા પાસે હવે એક જ દિવસ રહ્યો છે, આરબીઆઈએ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ 1, 3, 4, 5, 6, 10, 11, 12, 19, 22 અને 23 નવેમ્બરે હવે  રજા જાહેર કરી દીધી છે. આ સિવાય નવેમ્બરમાં બીજા અને ચોથા શનિવારે તો રજા હશે જ આ સાથે જ દર રવિવારે પણ બેેંકોમાં રજડા આપવામાં આવે છે,જેથી આ મહિનામાં એડધો મહિનો રજાઓમાં વિતશે એમ કહીએ તો કંઈ ખોટૂ નથી.

જો કે આ રજાઓ જૂદાજૂદા  રાજ્યો પ્રમાણે અલગ અલગ હોઈ છે, પરંતુ ગદિવાળઈના તહેવારોની રજાઓ દરેક રાદ્.માં સરખી રાખવામાં આવે છે.