ઉનાળું વેકેશનને લઈને આવ્યા મોટા સમાચાર – શિક્ષણ મંત્રીએ વેકેશન ઘટાડવા અંગેની વિચારણા પર મૂક્યો ભાર
- ઉનાળું વેકેટશન ઘટાડવા અંગે વિચારણા
- શિક્ષણમંત્રીએ આ બાબતે આપ્યા સંકેત
અમદાવાદઃ-સમગ્ર દેશમાં કોરોના મહામારી એ હાહાકાર મચાવ્યો છે ત્યારે સંક્રણને અટકાવવા માટે છેલ્લા લાંબા સમયગાળઆથઈ શિક્ષણ કાર્ય પણ બંધ રાખવામાં આવ્યું હતુ, ત્યારે હવે કોરોનામાંથી ઘીરે ઘીરે દેશ બહાર આવી રહ્યો છે અને બીજડી તરફ રસીકરણ પણ મોટા પાયે ચાલુ કરી દેવામાં આવ્યું છે જેને લઈને હને એ દીવસ દૂર નથી દજ્યારે આપણો દેશ કોરોના મૂક્ત બનશે.
વર્ષ 2020-21 દરમિયાન કોરોનાના ભયને લીધે શૈક્ષણિક કાર્ય પણ અટક્યૂ હતું જો કે ઓનલાઈન દ્રારા મહત્તમ પ્રયાસો થયો કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે, ત્યારે હવે નવા વર્ષની શરુઆત વેકેશન વગર જ કરવામાં આવી શકે છે, વિદ્યાર્થીઓને ઉનાળાનું મે મહિનામાં મળતું વેકેશન ખૂબ જ ટૂંકૂં કરવામાં આવે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે
આ મામલે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસ્માએ કહ્યું કે, આ વખતે શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન ઉનાળામાં મળતું વેકેશન 35 દિવસ જેટલું લાબું આપવમાં આવશે નહી, તેમણે જણાવ્યું કે, અમે લોકોએ નક્કી કર્યું છે કે વર્ષ આપવામાં આવતું ઉનાળું વેકેશન 35 દિવસ લાંબુ નહીં હોય. ઉનાળું વેકેશન લગભગ એક અઠવાડિયુ ટૂંકાવવામાં આવી શકે તે બાબતે વનિચારણા ચાલી રહી છે. ભુપેન્દ્રસિંહે જણાવ્યું કે, આ અંગેનો અંતિમ નિર્ણય ચર્ચા વિચારણાઓ કર્યા બાદ લેવામાં આવશ.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 મહિનાના લાંબા સમયગાળાથી શાળાઓ બંધ રાખવામાં આવી હતી,ધોરણ-10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન દર વર્ષે માર્ચમાં કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે તે મેમાં યોજાય શરે છે. શિક્ષણમંત્રીએ કહ્યું, બોર્ડની પરીક્ષા બાદ જ ધોરણ-1થી 9ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.
સાહિન-