- કોરોનાના કેસોમાં મળી રહાત
- 24 કલાકમાં 59 હજાર જેટલા કેસ નોંધાયા
દિલ્હીઃ-દેશમાં કોરોના વાયરસની બીજી તરંગ હજી પૂરી થઈ નથી, પરંતુ દૈનિક નોંધાતા કેસોના આંકડાની સંખ્યા ઓછી થઈ રહી છે. શનિવારે, દેશમાં 58 હજાર 419 કોરોનાના નવા દર્દીઓ મળી આવ્યા હતા,આ સાથે જ 87 હજાર 619 લોકો કોરોનાને માત આપીને સાજા થયા અને 1 હજાર 576 લોકો મૃત્યુ પામ્યા હતા, આ નોંધાયેલા કેસ દર્શાવે છે કે કોરોનાનો આંક નીચો જઈ રહ્યો છે.
આ સાથે જ એક્ટિવ કેસની કુલ સંખ્યા એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 7 લાખ 29 હજાર 243 જોવા મળી છે. રાહતની વાત છે કે 24 કલાકમાં મળી આવેલા નવા કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા છેલ્લા 81 દિવસ પછી ઘટીને 60 હજારથી ઓછી નોંધાઈ છે.
દેશમાં સતત 38 માં દિવસે કોરોના વાયરસના નવા કેસો કરતા વધુ સાજા થયેલા કેસો જોવા મળ્યા છે. 19 જૂન સુધીમાં દેશભરમાં કોરોના રસીના 27 કરોડ 66 લાખ 93 હજાર ડોઝ આપવામાં આવ્યા છે. ગત દિવસે 38 લાખ 10 હજાર લોકોને વેક્સિન આપવામાં આવી હતી. તે જ સમયે, અત્યાર સુધીમાં 39 કરોડ 10 લાખથી વધુ કોરોના પરીક્ષણો કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે લગભગ 18 લાખ કોરોના નમૂનાના પરીક્ષણો કરાયા હતા, જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી વધુ છે.