છ દાયકા પહેલા વેચાયેલા સ્કુટરનું બિલ સોશિયલ મીડિયામાં વાયરલ, કિંમત જાણી લોકો આશ્ચર્યચકિત
નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં મોટાભાગના લોકો પાસે મોટરસાઈકલ અને કાર જેવા વાહનો જોવા મળે છે, એટલું જ નહીં મોટી સંખ્યામાં લોકો ગેરલેસ સ્કૂટર લઈને ફરે છે. જો કે, વર્ષો પહેલા દેશમાં સ્કુટરને સ્ટેટસ માનવામાં આવતું હતું. હાલ સોશિયલ મીડિયામાં છ દાયકા જૂના સ્કુટરનું બિલ વાયરલ થયું છું. તેમજ સ્કુટરની કિંમત જાણીને લોકો પણ વિચારતા થઈ ગયા છે. હાલ સોશિયલ મીડિયામાં વેસ્પા સ્કૂટરનું જૂનું બિલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ બિલ 1961માં વેચાયેલા વેસ્પા સ્કૂટરનું છે. બિલ પર બજાજ ઓટો લખેલું દેખાય છે. બજાજ કંપની પાસે તે દિવસોમાં Piaggio કંપનીના ઈટાલિયન સ્કૂટર વેસ્પાને એસેમ્બલ અને વેચવાનું લાઇસન્સ હતું. વાયરલ થઈ રહેલા બિલ અનુસાર, વર્ષ 1961માં વેસ્પા સ્કૂટર એક્સાઈઝ ડ્યુટી બાદ 2129 રૂપિયામાં વેચવામાં આવ્યું હતું. આજના સમયમાં વેસ્પા સ્કૂટરની કિંમત 1.5 લાખથી વધુ છે. આવી સ્થિતિમાં વેસ્પાની આ કિંમત જોઈને દરેકને આશ્ચર્ય થાય છે.
વેસ્પાના જૂના વાયરલ બિલમાં લખેલી માહિતી અનુસાર, આ સ્કૂટર નવેમ્બર 1961માં આ કિંમતે વેચવામાં આવ્યું હતું. 2129 રૂપિયાના ખર્ચ સિવાય, જો કોઈ ગ્રાહકે ટાયર, ટ્યુબ વગેરે અલગથી લીધા હતા, તેમજ તો તેની કિંમત 78 રૂપિયા અને પીલિયન સીટ માટે 36 રૂપિયા લેવામાં આવ્યા હતા. એકંદરે, Vespa સ્કૂટર લગભગ 62 વર્ષ પહેલા 2243 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ હતું. છ દાયકા પહેલા સ્કુટરને હાઈસ્ટેટસ માનવામાં આવતું હતું.