અમદાવાદઃ ગુજરાતમાં જન્મદરમાં 1000 બાળકે બાળકીઓનું પ્રમાણ 901 છે, એટલે કે દીકરીઓનો જન્મ દર ઘટતો જાય છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વાઇટલ સ્ટેટેસ્ટીકસ ઓફ ઇન્ડિયા બેડ ઓન ધ સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ નામના રિપોર્ટમાં આ વિગતો બહાર આવી છે. આ રિપોર્ટમાં જોવામાં આવ્યું છે કે સૌથી ઓછો સેકસ રેસિયો એટ બર્થ એટલે કે એસઆરબીમાં ગુજરાતનું સ્થાન ટોચના ક્રમે છે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે કે જ્યારે નીતિ આયોગ એવો દાવો કરે છે કે સ્વાસ્થ્ય ક્ષેત્રના લક્ષ્યાંકોમાં ગુજરાત અને દિલ્હી દેશના તમામ રાજ્યોમાં ઉત્તમ પ્રદર્શન કરી રહ્યાં છે.
સૂત્રોના જમાવ્યા મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે એસઆરબીમાં ઉત્તમ પ્રદર્શન કરનારા રાજ્યોમાં અણાચલ પ્રદેશ 1024 સાથે ટોચક્રમે છે. આ રાજ્યમાં પ્રતિ 1000 બાળકે બાળકીઓની સંખ્યા 1024છે. આ પ્રમાણ નાગાલેન્ડમાં 1001 મિઝોરમમાં 975 અને આંદામાન નિકોબારમાં 965 છે. આ રિપોર્ટ વાઇટલ સ્ટેટેસ્ટીકસ ડિવિઝને તૈયાર કર્યેા છે. ગુજરાતમાં બર્થ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં પણ ખામી છે. 2011માં બર્થ રજીસ્ટ્રેશન 98.8 ટકા થયું હતું જે 2018માં 88.1 અને 2019માં 87.3 જોવા મળ્યું છે. એટલે કે ગુજરાતમાં જન્મની નોંધણીનું પ્રમાણ સતત ઘટતું ગયું છે. સરકારનો દાવો છે કે જન્મ અને મૃત્યુની નોંધણી માટે મશીનરી મોટા પ્રમાણમાં તૈયાર કરવામાં આવી છે અને વેબ આધારિત એપ્લિકેશનનો ઉપયોગ થઇ રહ્યો છે તેમ છતાં ટકાવારી સતત ઘટતી રહી છે