વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં “બ્લ્યુ ઇકોનોમિ” થીમ આધારિત પેવેલિયન બન્યુ આકર્ષણનું કેન્દ્ર
ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત ગાંધીનગર ખાતે “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો” યોજાઈ રહ્યો છે. આ ટ્રેડ શોમાં વિશ્વના 20 દેશોના સંશોધિત ક્ષેત્રે અંદાજે એક હજારથી વધુ પ્રદર્શકો સહભાગી થયા છે.
ભારત અને ગુજરાતના બંદરો અને તેની સાથે સંકળાયેલા બાબતોને લઈને બ્લ્યુ ઇકોનોમી’ થીમ પર હોલ નંબર-૩માં ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને બંદર, જહાજ અને જળ માર્ગ મંત્રાલય દ્વારા ભાવિ આયોજનોને લઈને પ્રદર્શન યોજવામાં આવ્યું છે.
આ પેવેલિયનમાં મુલાકાતીઓ માટે આકર્ષણોની વિગતવાર વાત કરીએ તો ડોમમાં પ્રવેશ વખતે પાણીમાં પગ મૂકીને વમળો સર્જાય તેવી અનુભૂતિ કરાવતી સ્ક્રીન, દીવાદાંડી, વર્ચ્યુઅલ રિયાલિટી (VR) દ્વારા ગુજરાતના અને દેશના બંદરોની રૂબરૂ મુલાકાત કરી જીવંત અનુભવ મેળવી શકે છે, ગુજરાતના બંદરોની ઐતિહાસિક સફરને રજૂ કરતી ફોટો ગેલેરી ઊભી કરવામાં આવી છે.
બ્લ્યુ ઇકોમોની પેવેલિયનમાં આવતા મુલાકાતીઓ માટે ઊભા કરવામાં આવેલ આકર્ષણો વિશે માહિતી આપતા ગુજરાત મેરિટાઈમ બોર્ડના ચીફ એન્જિનિયર બી. બી. તલાવિયા જણાવે છે કે,અહીંયા મુલાકાતીઓને જહાજ ચલાવવાનો જીવંત અનુભવ મળે તે માટે સિમ્યુલેટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આ સાથે જ જુદા જુદા શીપની કંટ્રોલ પેનલ ઇન્સ્ટોલ કરવામાં આવી છે જેના થકી દરિયાઈ શિપ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવશે. આ ઉપરાંત મુલાકાતીઓને ગુજરાતના મુદ્રા અને હજીરા બંદરની મુલાકાત કરતા હોય એવી અનુભૂવ વર્ચ્યુઅલ રિયાલિટી (VR) દ્વારા કરવામાં આવી રહ્યો છે. બંદર, જહાજ અને જળ માર્ગ મંત્રાલય દ્વારા લોથલ ખાતે બનાવવામાં આવનાર મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષની માહિતી વર્ચ્યુઅલ રિયાલિટી (VR) દ્વારા આપવામાં આવી રહી છે.