અમદાવાદઃ પુસ્તક ‘પત્રકાર શિરોમણિઃ વાસુદેવ મહેતા’નું લોકાર્પણ કરાયું
અમદાવાદઃ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં પદ્મશ્રી કુમારપાળ દેસાઈના વરદ્ હસ્તે ગુજરાતના સિદ્ધહસ્ત પત્રકાર-તંત્રી વાસુદેવ મહેતા વિશેના પુસ્તક ‘પત્રકાર શિરોમણિઃ વાસુદેવ મહેતા’નું લોકાર્પણ કરાયું હતું.
Today a book " Patrakaar Shiromani: Vasudev Mehta" was launched in Ahmedabad by Padmashri Dr Kumarpaal Desai. It's a biography of legendary Gujarati journo Late Vasudev Mehta. Book is edited by Ramesh & Anita Tanna. @lalitgajjer @NimcjOfficial @keshav29 pic.twitter.com/GFNgpaHHIL
— Shirish Kashikar (@journogujarati) March 28, 2022
‘પત્રકાર શિરોમણિઃ વાસુદેવ મહેતા’ પુસ્તકનું લેખન અને સંપાદન અનિતા તન્ના-રમેશ તન્નાએ કર્યું છે. આ સમારંભમાં વાસુદેવ મહેતાના દીકરા ધ્રુવમન મહેતા (નિવૃત્ત જજ, એજ્યુકેશન ટ્રિબ્યુનલ) પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ પુસ્તકનું પ્રકાશન ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા થયું છે. આ પ્રસંગે કુમારપાળ દેસાઈ વાસુદેવ મહેતાના પ્રદાન વિશે તથા રમેશ તન્ના વાસુદેવ મહેતાના જીવન-કવન વિશે અભ્યાસી વ્યાખ્યાન આપ્યું હતું.