1. Home
  2. ગુજરાતી
  3. જીવનને “બ્રહ્મમુહૂર્ત”માં ઉઘાડતું પુસ્તક : “ઘ 5 એ.એમ કલબ’ 
જીવનને “બ્રહ્મમુહૂર્ત”માં ઉઘાડતું પુસ્તક : “ઘ 5 એ.એમ કલબ’ 

જીવનને “બ્રહ્મમુહૂર્ત”માં ઉઘાડતું પુસ્તક : “ઘ 5 એ.એમ કલબ’ 

0
Social Share
~ પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા
આપણાં ઋષિમુનિઓ થી શરૂ કરીને સર્વ મહાનુભાવો મહાત્માઓ મહાપુરુષો એ “બ્રહ્મમુહૂર્ત” માં દિવસનો અને રીતે જીવનનો શુભારંભ કરતા હોય છે બસ એ અદ્ભૂત વાત આ પુસ્તકને આપણાં હૃદયમાં ઉઘાડે છે ! વહેલી સવારના પરમ આધ્યાત્મિક વાતાવરણમાં ધર્મકર્મ, યોગ વ્યાયામ એ સદીઓથી આપણી સંસ્કૃતિ રહી છે પણ આપણી આ સંસ્કૃતિને આપણાં જીવનમાં કેવી રીતે સરળતાથી આજીવન આત્મસાત કરવી એ વર્ણવે છે શીખવે છે આ સુંદર મજાનું પુસ્તક ! એનો સ્વાનુભવ પુસ્તક વાંચતા વાંચતા થશે. હું આ સુંદર મજાના પુસ્તકનો રીવ્યુ લખી રહ્યો છું ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે આ પુસ્તકની 15 મિલિયન નકલો વહેંચાઈ ચૂકી છે.પુસ્તક ના લેખક રોબિન શર્મા વિશ્વમાં નંબર 1 બેસ્ટ સેલર પુસ્તક “ઘ મોન્ક હુ સોલ્ડ હિઝ ફરારી” “એક સંન્યાસી જેમણે પોતાની સંપત્તિ વહેંચી” ના લેખક છે આ સિવાય વિશ્વના અસંખ્ય લોકો માટે લાઈફ ડેવલપમેન્ટ, લાઈફ મેનેજમેન્ટ અને એ રીતે લાઈફ પોઝિટિવલી ચેન્જ કરવા માટે આ લેખક એક પ્રકારનું તપ કરી રહ્યા છે લેખક વૈશ્વિક ક્ષેત્રમાં માનવતાવાદી લેખક તરીકે જગ વિખ્યાત છે અને એનો લાભ આજની તારીખમાં  દુનિયાના ટોચના અગ્રણીઓ તથા વ્યક્તિગત સિદ્ધિ મેળવવા માટે મથતા યુવાનો,ઉદ્યોગપતિઓ,આગેવાનોના જીવનમાં લેખકશ્રી સહાયક બની રહ્યા છે. રોબીન શર્માના માર્ગદર્શન, વક્તવ્યો, પુસ્તકોનો લાભ વિશ્વના સુવિખ્યાત અબજોપતિઓ,રમતવીરો તેમજ અનેક ફોર્ચ્યુન 100 કંપનીઓનો આજે પણ લઈ રહ્યા છે ! આજથી 20 વર્ષ પહેલાં પુસ્તક લખવાનો વિચાર લેખક શ્રીને આવ્યો અને સર્જાયું આપણાં સૌના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવતું આ અદ્દભૂત પુસ્તક ! બુક કવર એકદમ સુંદર , આકર્ષક ડિઝાઇન અને ” પરોઢ નો ઉપયોગ કરો, જીવનમાં પરિવર્તન લાવો” ના શુભોત્તમ જીવનમંત્ર સાથે આપણાં જીવનને ઉત્તમોત્તમ બનાવવાની પ્રેરણા આપે છે પુસ્તક મૂળ સ્વરૂપે અંગ્રેજીમાં લખાયું છે પણ એનો સુંદર ગુજરાતી અનુવાદ અલકેશ પટેલ એ કર્યો છે પ્રકાશન જયકો પબ્લિશીંગ હાઉસ દ્વારા અદભૂત રીતે થયું છે.લેખક પ્રસ્તાવનામાં વાચકોને શુભત્વ અર્પણ કરતા જણાવે છે કે “આ પુસ્તક મેં ચાર વર્ષના ગાળામાં ઇટાલી, દક્ષિણ આફ્રિકા, કેનેડા, સ્વિત્ઝર્લેન્ડ ,રશિયા ,બ્રાઝીલ તથા મોરેશિયસમાં લખ્યું છે” એટલે પુસ્તક વાંચતા વાંચતા તમે આ તમામ દેશોમાં વૈચારિક પ્રસન્નતા સભર ફરતા હોવ એવું અનુભવાશે અને સાથે સાથે સવારે 5 વાગ્યાનું આહલાદક વાતાવરણ તમારા આત્માને આનંદમાં ઓતપ્રોત કરશે ! પુસ્તકનો અનુક્રમ આ પ્રમાણે રસસભર ઉઘડે છે 1.જોખમી પગલું  2. સુવિખ્યાત બનવા માટેની દૈનિક ફિલોસોફી 3. અજાણી વ્યક્તિ સાથે આશ્ચર્યજનક મુલાકાત થી શરૂ કરીને 16. 5 એ.એમ ક્લબ ઉચ્ચ કાર્યક્ષમતાની બેવડી પધ્ધતિ અપનાવે છે. 17. 5 એ.એમ ક્લબ ક્લબના સભ્યો તેમના જીવનના હીરો બને છે આવા સુંદર પ્રકરણો આપણાં જીવનને અત્યંત હકારસભર બનાવશે ! અને ખાસ આ તમામ પ્રકરણો લેખક દ્વારા એકદમ રસપ્રદ રીતે વાર્તા સ્વરૂપે લખાયા છે આખું પુસ્તક એક વ્યક્તિવિશેષ નામે સ્પેલબાઈન્ડર ,  એમના શિષ્ય સફળ ઉદ્યોગપતિ  , એક ઉદ્યોગ સાહસિક મહિલા અને એક કલાકાર વચ્ચેનો રોમાંચક સંવાદોત્સવ છે ! તો આવો જાણીએ આ પુસ્તક “ધ 5 એ.એમ ક્લબ”માંથી એવાં 5 મુદ્દા જે આપણને આત્મસાત કરવા મળશે !
1. વિશ્વના સફળ ઉદ્યોગપતિઓ , અગ્રણીઓ ,આગેવાનો રમતવીરો જેમણે પણ અસાધારણ સિદ્ધિ મેળવી છે એ તમામ પોતાની સવારનો શુભારંભ કેવી રીતે કરે છે.
2. “બ્રહ્મમુહૂર્ત” માં ઉઠવાથી આપણાં રોજિંદા જીવનમાં કઈ રીતે મહત્તમ પરિણામ મેળવી શકાય.
3. “બ્રહ્મમુહૂર્ત” માં ઉઠ્યા પછી એ સમયગાળામાં શું કરવું એનું માર્ગદર્શન !
4. મોટા ભાગની દુનિયા જ્યારે સૂતી હોય એ સમયનો સદઉપયોગ કરીને આપણો દિવસ આપણું જીવન કઈ રીતે વધુ રચનાત્મક અને હકારસભર અસરકારક  બનાવી શકાય.
5. આજના સમયમાં યુવાસાથીઓ માટે અને  નોમોફોબિયાથી પીડાતા સૌ માટે ખાસ અગત્યનો અને ખૂબ અનિવાર્ય એવો મુદ્દો ડિજિટલ આભાસી દુનિયાથી ડિસ્કનેક્ટ થઈને કેવી રીતે આપણી જાત સાથે અને કુદરત સાથે કનેક્ટ થઈ શકાય એ આ પુસ્તક આપણને શીખવાડશે !
સાથે સાથે આ પુસ્તકમાંથી વૈશ્વિક નેતા નેલ્સન મંડેલાના જીવનનો આછેરો પણ અસકારક પરિચય થશે ! આખું પુસ્તક એક રીતે લાઇફમેનેજમેન્ટ આધારિત લખાયું છે ! પુસ્તકમાં હકાર સભર જીવન પરિવર્તન માટેના મુદ્દાઓ ચાર્ટ દ્વારા ગ્રાફ દ્વારા એકદમ સહજતાથી આપણને સ્પર્શ કરશે  દરેક પ્રકરણ ની શરૂઆત ઇતિહાસના મહાન વ્યક્તિત્વોના સુંદર વિચારો સાથે થાય છે જેમ કે…
“સૂર્યોદય થાય તે પહેલાં જાગવું શ્રેષ્ઠ છે. એ આરોગ્ય, સંપત્તિ અને જ્ઞાનમાં વધારો કરે છે.”
~ એરિસ્ટોટલ
“સ્વતંત્રતા ,પુસ્તકો ,ફૂલ અને ચંદ્રની સાથે કોણ ખુશ ન હોય !?”
~ ઓસ્કાર વાઈલ્ડ
“વહેલી સવારે જ્યારે આળસને કારણે તમે પથારીમાં ઉભા થવા ન ઇચ્છતા હોય ત્યારે, ચાલો આ વિચારને મનમાં ધરીએ;
‘હું માનવતાના કાર્ય માટે જાગી રહ્યો છું’
~ માર્કોસ ઔરેલિયસ, રોમન રાજવી
“એક હીરોની જેમ જીવો, આપણી પરંપરાઓ એવું શીખવે છે.તમારા જીવનરૂપી નાટકના મુખ્ય પાત્ર બનો, નહીં તો જિંદગી શા કામની ?”
~ જે.એમ.કોએટ્ટઝી
આ અદ્ભૂત અને એકદમ રસપ્રદ પુસ્તક “ઘ 5 એ.એમ ક્લબ” વંચાયા પછી વાચકોની “બ્રહ્મમુહૂર્ત” માં સવાર ઉઘડશે અને સૌનું શુભોત્તમ થશે એની શ્રદ્ધા !
લેખક : રોબિન શર્મા 
અનુવાદક : અલકેશ પટેલ

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code