Site icon Revoi.in

સુરેન્દ્રનગરના વસ્તડી ગામ પાસેનો ભોગાવો નદી પરનો પુલ જર્જરિત, તંત્ર નિષ્ક્રિય

Social Share

સુરેન્દ્રનગરઃ વઢવાણ અને ચુડા તાલુકાને  જોડતો વસ્તડી ગામનો ભોગાવો નદી પરનો પુલ ઠેરઠેર જર્જરિત થઈ ગયો છે. જર્જરિત બ્રિજ પર વાહનો પસાર થતાં જ બ્રિજ ધ્રૂજી રહ્યો છે. વસ્તડીના ગ્રામજનોએ તંત્રને રજુઆતો કર્યા છતાં કોઈ પગલાં લેવાયા નથી.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ 10 હજારથી વધુ વસ્તી ધરાવે છે. આ ગામના પાદરમાંથી ભોગાવો નદી પસાર થાય છે. આ નદી પર વિશાળ પુલ બનાવાયો છે જે વઢવાણ ચુડા તાલુકાને જોડે છે. અહીંથી સરકારી અને ખાનગી બસો સહિત અનેક વાહનો પસાર થાય છે. ચુડા સુરેન્દ્રનગર વચ્ચે દર કલાકે ખાનગી બસો વાહનો પસાર થાય છે. આ પુલ ઠેરઠેર જર્જરિત બની ગયો છે.જેના કારણે હજારો વાહનો અને મુસાફરો પર જોખમ તોળાઇ રહ્યું છે.

આ અંગે વસ્તડી ગામના આગેવાનો નરેન્દ્રસિંહ ગોહિલ, રવજીભfઇ  દલવાડી, અને લ હિમતભાઇ પટેલે જણાવ્યુ હતું કે, ભોગાવો નદી પર આ પુલ અગાઉ બનતો હતો ત્યારે  ભૂતકાળમાં દુર્ધટના સર્જાતા મોતના બનાવો બન્યા હતા. હાલ આશરે 1 કિમીનો પુલ વર્ષોથી ઊભો છે.  વર્ષો પુરાણો પુલ ઠેરઠેર જર્જરિત બન્યો છે. આ પુલ પર મોટા વાહનો ચાલે ત્યારે ધ્રુજારીનો અનુભવ પણ થાય છે. આથી કોઇ મોટી દુર્ધટના થાય તે પહેલા તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગે તેવી લોકમાગ છે. આ પુલ પરથી ધારાસભ્ય, જિલ્લા પંચાયત સદસ્ય વગરે પસાર થાય છે. ત્યારે રાજકીય નેતાઓ પણ જાગૃત બનીને તંત્રના કાન આમળે તેવી લાગણી માગણી છે. વઢવાણના વસ્તડી ગામે સામા કાંઠાના મેલડીમાં પ્રસિધ્ધ મંદિર હોવાથી હજારો યાત્રળુઓ પણ આવે છે. તેથી ગંભીરતા પારખી ઝડપી પગલા લેવા રજુઆત કરવામાં આવી છે.