Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની દીવાલની બહાર ખડકાયેલા લારી-ગલ્લા હટાવાયાં,

Social Share

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની દીવાલની બહાર ખડકાયેલા લારી-ગલ્લાના દબાણો દૂર કરાયા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા અચાનક જ લારી-ગલ્લા વાળાઓને નોટિસ આપીને ખાલી કરવા જણાવ્યું હતું. જે લારી-ગલ્લા વાળાઓએ ખાલી ન કરતા કોર્પોરેશનની મદદથી દબાણ દૂર કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીના નિર્ણયથી લારી ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. યુનિવર્સિટી વિરુદ્ધ સૂત્રોચાર પણ કર્યા હતા.

ગુજરાત યુનિવર્સિટીની બાજુમાં આવેલા લારી-ગલ્લા હટાવવામાં આવ્યા છે. મંગળવારથી જ લારી-ગલ્લા હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ મોડી રાતે જ લારી-ગલ્લા વાળા ફરીથી ના ઊભા રહે તે માટે યુનિવર્સિટી દ્વારા ઝાડ વાવી દેવામાં આવ્યા છે. બીજીબાજુ  હજારો વિદ્યાર્થીઓને હવે જમવા ક્યાં જવું તે પણ સવાલ ઊભો થયો છે. યુનિવર્સિટીમાં એક પણ કેન્ટીન નથી.

ગુજરાત યુનિવર્સિટી અને એલડી એન્જિન્યરિંગ કોલેજ વચ્ચેથી જતા રસ્તામાં 40 જેટલા લારી અને ગલ્લા હતા. આ લારી-ગલ્લા વર્ષોથી ચાલી રહ્યા હતા. જેમાં નાસ્તો, ચા-કોફી મળી રહેતી હતી. ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટા ભાગે અહીંયા જ જોવા મળતા હતા. લારીમાંથી મળતા જમવાના ભાવ પણ વ્યાજબી હોવાથી વિદ્યાર્થીઓ અહીંયા જ જમતા હતા. ગુજરાત યુનિવર્સિટી દ્વારા અચાનક જ લારી-ગલ્લા વાળાઓને નોટિસ આપીને ખાલી કરવા જણાવ્યું હતું. જે લારી-ગલ્લા વાળાઓએ ખાલી ન કરતા મ્યુનિ. કોર્પોરેશનની મદદથી દબાણ દૂર કરવામાં આવ્યા છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની મદદથી લારી-ગલ્લાના દબાણ દૂર કર્યા હતા. યુનિવર્સિટીના નિર્ણયથી લારી ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. યુનિવર્સિટી વિરુદ્ધ સૂત્રોચાર પણ કર્યા હતા.  સાંજ સુધીમાં તમામ લારી-ગલ્લા દૂર કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે લારી-ગલ્લા વાળાઓ આ અંગે કાયદેસર લડત લડવી કે આંદોલન કરવું, તે અંગેની રણનીતિ બનાવી રહ્યા છે.યુનિવર્સિટી દ્વારા લારી-ગલ્લા હટાવી રાતોરાત ત્યાં ઝાડ અને છોડ ઉગાડી દીધા છે, જેથી લારી વાળા ફરીથી આવી ના શકે. ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી કેન્ટીન પણ છેલ્લા 5 વર્ષથી બંધ હાલતમાં છે, ત્યારે લારીઓ પણ હટાવી લેતા હજારો વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે.