Site icon Revoi.in

ઓક્સિજનના અભાવે બહેન ગુમાવનારા ભાઈએ સ્કૂલમાં ઉભી કરી કોવિડ હોસ્પિટલ

Social Share

 પટનાઃ બિહારમાં કોરોનાની બીજી લહેરમાં હજારોની સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. આ દરમિયાન હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનના અછતની ફરિયાદો ઉઠી હતી. બેગુસરાઈમાં ઓક્સિજનના અભાવથી કોરોના પીડિત મહિલાનું અવસાન થયું હતું. જેથી દુઃખી ભાઈએ અન્ય કોઈની આંખમાં આંસુ ના આવે તે માટે પોતાની સ્કૂલને જ કોવિડ હોસ્પિટલમાં ફેરવી નાખી છે. આ હોસ્પિટલમાં ઓક્સિજન સાથેના 30 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બેગુસરાયમાં આવેલી જાણીતી સ્કૂલના સંચાલક  પંકજકુમારની બહેનને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેમજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જો કે, તાજેતરમાં જ ઓક્સિજનના અભાવે બહેનનું અવસાન થયું હતું. જેથી દુઃખી પંકજકુમારે અન્ય કોઈ પરિવાર પોતાના સ્વજન ન ગુમાવે તે માટે કોરોના મહામારીને કારણે બંધ પડેલી સ્કૂલમાં જ કોવિડ હોસ્પિટલ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમજ તેમણે આ હોસ્પિટલમાં 30 જેટલા ઓક્સિજન બેડની સુવિધા પણ ઉભી કરી છે. આ ઉપરાંત સરકારને આ હોસ્પિટલમાં જરૂરી મેડિકલ સ્ટાફની ભરતી કરવા માટે રજૂઆત કરી છે. પંકજ કુમારે જણાવ્યું હતું કે તેની બહેનની સારવાર ચાલી રહી હતી ત્યારે તેણે આવા ઘણા દર્દીઓ જોયા જેઓ ઓક્સિજનના અભાવે મરી ગયા. જેથી અન્ય કોઈ દર્દીનું અવસાન ના થાય તે માટે હોસ્પિટલ ઉભી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બિહાર સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસની બીજી લહેરમાં લાખો લોકો સંક્રમિત થયા છે. તેમજ અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યાં છે. સરકારે પણ કોરોનાને નાથવા અને સંક્રમણ ફેલતુ અટકાવવા માટે આકરા પગલા લીધા છે.