Site icon Revoi.in

હમાસનો ક્રુર ચહેરો સામે આવ્યો, ઈઝરાયલના બાળકો સહિત 40 નાગરિકોની ઘાતકી હત્યા કરી

Social Share

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર થયેલા આતંકવાદી હુમલા બાદ ઈઝરાયલની સેનાએ હુમાસનો ખાતમો બોલાવવા માટે ગાઝા પટ્ટી ઉપર હુમલા શરૂ કર્યાં છે. દરમિયાન ઈઝરાયલનું સુરક્ષાદળ (આઈડીએફ)એ હમાસના આતંકવાદી હુમલા બાદ કફાર રજામાં થયેલા વિનાશને જોવા માટે વિદેશી પત્રકારોને ઘટનાસ્થળ પર લઈ ગયા હતા. આ પત્રકારોની સાથે આઈડીએફના જવાનોની કંપની સાથે રાખવામાં આવી છે. દરમિયાન એક ઈમારત એ વાતનો પુરાવો આપે છે કે, હમાસનો હુમલો કેટલો ભયાનક છે.

આઈડીએફના પ્રમુખએ કહ્યું કે, આ કોઈ યુદ્ધ નહીં અને કોઈ યુદ્ધસ્થળ પણ નથી. અહીં બાળકો તેમના માતા-પિતા સાથે સુરક્ષા કક્ષમાં જાવો મળે છે. આતંતવાદીઓએ અનેક બાળકોની ઘાતકી હત્યા કરી છે. આ યુદ્ધ નહીં પરંતુ હત્યાકાંડ છે. દરમિયાન 40 જેટલા બાળકોની લાશ મળી આવી છે, જેમાંથી કેટલાકના માથા કાપી નાખવામાં આવ્યા હતા.  

આઈડીએફએ જણાવ્યું હતું કે, ગાઝા પટ્ટી સાથેની સીમા ઉપર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યો છે. હજુ પણ ઈઝરાયલમાં આતંકવાદી છુપાયા હોવાની આશંકા છે. જેને શોધવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જવાનોએ કુસિફિમમાં આતંકવાદી સામે ગોળીબાર કર્યો હતો. જ્યારે રાતના પોલીસે ઈઝરાયલની અંદર નિશમાર હાનેગેવમાં એક શંકાસ્પદ આતંકવાદીને ઠાર માર્યો છે.

ઈઝરાયલ ઉપર શનિવારે હુમાસના આતંકવાદીઓ હુમલો કરીને લોહીની નદીઓ વહેડાવી હતી. આ હુમલા બાદ ઈઝરાયલ પણ એક્શનમાં આવ્યું હતું. એટલું જ નહીં હમાસનો ખાતમો કરવાની યોજના બનાવી છે. ઈઝરાયલના પીએમએ કહ્યું હતું કે, આ યુદ્ધ હમાસે શરુ કર્યું છે અને ખતમ હવે ઈઝરાયલ કરશે. ઈઝરાયલના સુરક્ષા જવાનો ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓને નિશાન બનાવીને ખતમ કરી રહ્યાં છે. આ યુદ્ધમાં ઈઝરાયલના સૈનિકો અને નાગરિકો સહિત 900 વ્યક્તિઓના અવસાન થયાં છે. જ્યારે મોટી સંખ્યામાં ઈઝરાયલે આતંકવાદીઓને ઠાર માર્યાં છે.