Site icon Revoi.in

કેન્દ્રીય મંત્રીમંડળમાં બજેટને મળી મંજુરી

Social Share

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે 23મી જુલાઈએ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે. આ બજેટમાં કરદાતાઓ નાણામંત્રી પાસેથી કેટલીક મોટી રાહતની જાહેરાતની અપેક્ષા રાખી રહ્યા છે. બજેટને લઈને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે સામાન્ય બજેટ અમૃતકાળનું મહત્વનું બજેટ હશે. તે પાંચ વર્ષ માટે આપણી દિશા નિર્ધારિત કરશે અને 2047 સુધીમાં વિકસિત ભારતનો પાયો નાખશે. પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટ તરફથી બજેટને મંજૂરી મળી ગઈ છે. નાણામંત્રી ટૂંક સમયમાં જ લોકસભામાં બજેટ રજૂ કરશે. બજેટની રજૂઆત પહેલા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સંસદમાં પહોંચ્યા હતા.

કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ સામાન્ય બજેટ વિશે કહ્યું, ‘આપણે છેલ્લા ઘણા વર્ષોથી જે જોઈ રહ્યા છીએ તે થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના બજેટ દ્વારા તેમના નજીકના કરોડપતિઓને મદદ કરશે. તેમને નવી જગ્યાએ રોકાણ કરવાની સુવિધા મળશે. અમે કંપનીઓને બેંકો પાસેથી ટેક્સમાં રાહત મેળવવા માટે કહેતી સમાન સૂચનાઓ સાંભળીશું. મધ્યમ વર્ગ, નાના દુકાનદારો અને પ્રામાણિક કરદાતાઓને ઠાલા વચનો સિવાય કશું જ નહીં મળે.