સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે વિધાનસભામાં 3 માર્ચના રોજ બજેટ રજૂ કરાશે
અમદાવાદઃ આગામી દિવસોમાં વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું હોવાથી સરકાર દ્વારા તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે તા. 2 માર્ચના બદલે નાણાંમંત્રી નીતિન પટેલ હવે 3 માર્ચના રોજ વિધાનસભામાં બજેટ રજૂ કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં તા. 28મી માર્ચના રોજ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. તેમજ તા. 2 માર્ચના રોજ મતગણતરી હાથ ધરાશે. જેથી સંસદીય બાબતોના પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ બીજી માર્ચના બદલે બજેટ રજૂ કરવા માટે વિનંતી સાથે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રજૂઆત કરી હતી. જેથી વિધાનસભાના અધ્યક્ષ દ્વારા પ્રદિપસિંહની વિનંતીને ગ્રાહ્ય રાખીને કેલેન્ડરમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
હવે તા. 2 ફેબ્રુઆરીના રોજ વિધાનસભાની બેઠક નહી મળે. તા. 3 માર્ચના રોજ બજેટ રજૂ કરવામાં આવશે. નાણાપ્રધાન નીતિન પટેલ દ્વારા વર્ષ 2021-22ના અંદાજપત્રની રજૂઆત કરાશે.