Site icon Revoi.in

ઉત્તરભારતમાં ટામેટાના ભાવમાં વધારો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયાં

Social Share

નવી દિલ્હીઃ Delhi-NCR માં ટામેટાની કિંમત 75 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. તો ડુંગળી પણ 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. પરંતુ હવે ટામેટા અને ડુંગળીના વધેલા ભાવથી ટૂંક સમયમાં રાહત મળવાની આશા છે.

ગ્રાહક બાબતોના મંત્રાલયના એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે, પુરવઠામાં વિક્ષેપને કારણે ડુંગળી સહિત ટામેટાં અને અન્ય શાકભાજીની વધેલી કિંમતો ટૂંક સમયમાં સ્થિર થવાની અપેક્ષા છે. દક્ષિણના રાજ્યોમાંથી પુરવઠામાં વધારો થવાને કારણે આગામી સપ્તાહમાં તેમની કિંમતો નરમ થવાની ધારણા છે. હાલમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી રાજધાની દિલ્હીમાં ટામેટાંની સપ્લાય કરવામાં આવી રહી છે.

વાસ્તવમાં રાજધાની દિલ્હી સહિત અન્ય કેટલાક શહેરોમાં ટામેટા, ડુંગળી અને બટાકા સહિત અન્ય શાકભાજીના ભાવમાં વધારો થયો છે. વરસાદને કારણે પુરવઠામાં વિક્ષેપને કારણે નવી દિલ્હીમાં ટામેટાની છૂટક કિંમત 75 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. પરંતુ જો વરસાદને કારણે સપ્લાય ચેઈનમાં વધુ કોઈ વિક્ષેપ નહીં, આવે તો તેના ભાવમાં ઘટાડો થવાની ધારણા છે.

મંત્રાલયના ડેટા અનુસાર, 12 જુલાઈના રોજ દિલ્હીમાં ટામેટાની છૂટક કિંમત 75 રૂપિયા પ્રતિ કિલો હતી. જે એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં 150 રૂપિયા પ્રતિ કિલો હતી. મુંબઈમાં ટામેટાનો ભાવ 83 રૂપિયા પ્રતિ કિલો હતો. જ્યારે કોલકાતામાં તે 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતો.