નવી સંસદ ભવનની ઇમારત આત્મનિર્ભર ભારતની ભાવનાનું પ્રતિક
અમદાવાદ:ભારતીય બંધારણ ની સૌથી મહત્નાવપૂર્ણ એવી નવી બાંધવામાં આવેલ સંસદ બિલ્ડીંગનું કામ હવે પૂરું થવાનું છે ત્યારે ૨૮ મેં ના રોજ આ બિલ્ડીંગ ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે પીએમ મોદી સાથે મુલાકાત લીદી હતી ને તેમને મળીને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ આપ્યું. નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય હવે પૂર્ણ થયું છે અને આ નવી સંસદ ભવનની ઇમારત આત્મનિર્ભર ભારતની ભાવનાનું પ્રતિક છે.
વર્તમાન સંસદ ભવનનું નિર્માણનું કાર્ય 1927માં પૂર્ણ થયું હતું, જે હવે લગભગ સો વર્ષ જૂનું થવા જઈ રહ્યું છે. હાલની જરૂરિયાત મુજબ આ બિલ્ડીંગમાં જગ્યાનો અભાવ અનુભવાઈ રહ્યો હતો. આ ઉપરાંત બંને ગૃહમાં સાંસદો માટે આરામદાયક બેઠક વ્યવસ્થાનો પણ અભાવ હતો, જેના કારણે સભ્યોની કાર્યક્ષમતા પર અસર પડી રહી હતી. આને ધ્યાનમાં રાખીને, લોકસભા અને રાજ્યસભા બંનેએ સંસદ માટે નવી ઇમારત બાંધવા સરકારને વિનંતી કરતા ઠરાવો પસાર કર્યા. 10 ડિસેમ્બર, 2020ના રોજ પ્રધાનમંત્રીએ સંસદની નવી ઇમારતનો શિલાન્યાસ કર્યો.