દિલ્હીઃ દેશને આગામી દિવસોમાં વધારે એક બુલેટ ટ્રેન મળે તેવી શકયતા છે. હવે અયોધ્યાથી દિલ્હી સુધીની બુલેટ ટ્રેન શરૂ કરવાનું નક્કી કરાયું છે. હાઈ સ્પીટ ટ્રેનમાં અયોધ્યા અને દિલ્હી વચ્ચેનું અંતર માત્ર 3 કલાકમાં જ પુરુ થશે. દિલ્હથી અયોધ્યા વચ્ચેનું અંતર 670 કિમી છે. આ અંતર કાપતા સામાન્ય રીતે 10થી 12 કલાકનો સમય લાગે છે પરંતુ સરકારની નવી યોજનાથી રામનગરી હવે સીધી દિલ્હી સાથે જોડાશે.
સુત્રોના જણાવ્યા અનુસાર 865 કિમીની ઝડપે દોડતી આ હાઈસ્પીડ ટ્રેનનું નેટવર્ક અનેક શહેરો સાથે જોડવામાં આવશે. જેમાં લખનૌ, અયોધ્યા, મથુરા, ઈટાવા, કન્નૌજ, પ્રયાગરાજ સહિત 12 સ્ટેશનો સામેલ કરાશે. જેથી દિલ્હી-વારાણસી બુવેટ ટ્રેન સાથે જોડાશે, અયોધ્યાથી લખનૌને જોડવા માટે 130 કિમી લાંબો રેલવે ટ્રેક છે. દિલ્હથી લખનૌ વચ્ચેની યાત્રાના 1.38 કલાક સુધીની નક્કી કરાઈ છે. બુલેટ ટ્રેન સાથે અનેક ધાર્મિક સ્થળો જોડવામાં આવશે.
દેશમાં હાલ એકતરફ બુલેટ ટ્રેન ચલાવવાનું આયોજન થઈ રહ્યું છે. દેશની પ્રથમ બુલેટ ટ3ન મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડાવાશે. ગુજરાતમાં સુરતથી બિલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે. આ બંને સ્ટોશનો વચ્ચેનું અંત 50 કિમીનું છે. જે 15 મિનિટમાં પુરી થશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ કહ્યું હતું કે, પહેલી બુલેટ ટ્રેન ઝડપથી સુરત અને બિલીમોરા વચ્ચે દોડશે. જે માટેન મોટાભાગની તૈયારીઓ કરી લેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
(PHOTO-FILE)