Site icon Revoi.in

વાર્ષિક સેલરી મામલે વિરાટ કોહલી કરતા પણ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો કોપ્ટન આગળ

Social Share

મુંબઈઃ ભારતીય ક્રિકેટ બોર્ડ દુનિયાનું સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ માનવામાં આવે છે. જ્યારે શ્રીલંકા, ઝીમ્બાબ્વે જેવી ટીમોની હાલ ભારે દયનીય છે. જ્યારે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ભારત સહિતની ક્રિકેટ ટીમના ખેલાડીઓ ઉપર પૈસાનો વરસાદ થાય છે. ઈંગ્લેન્ડના કેપ્ટનને એક વર્ષમાં સૌથી વધારે નાણા મળે છે. જો કે, ખેલાડીઓને ક્રિકેટ રમવાની ફી સાથે તેઓ જાહેરાતોમાંથી પણ કરોડોની આવક કરી રહ્યાં છે.

ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટની દર વર્ષે ભારતીય રૂપિયા પ્રમાણે 8.9 કરોડ મળે છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ ટેસ્ટ ટીમને વધારે મહત્વ આપે છે. એટલા માટે ટેસ્ટ કેપ્ટનને દુનિયામાં સૌથી વધારે સેલરી મળે છે. જ્યારે વન-ડે અને ટી-20 કેપ્ટન ઓએન મોર્ગનને 1.75 કરોડ મળે છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સૌથી વધારે વાર્ષિક સેલરીમમાં દુનિયાના બીજા ક્રમનો કેપ્ટન છે. વિરાટ કોહલીને વર્ષના 7 કરોડ મળે છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટીમ પેન અને એરોન ફિંચને વર્ષના 4.87 કરોડ મળે છે. ટિમ પેન ટેસ્ટ અને ફિંચ વન-ડે તથા ટી-20માં કેપ્ટન છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ ટીમના કેપ્ટનન ડીન એલ્ગરને રૂ. 3.20 કરોડ અને ટી-20 કેપ્ટન ટેંબા બાવુમાને 2.5 કરોડ આપવામાં આવે છે.

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને દર વર્ષે 1.77 કરોડ મળે છે. વેસ્ટ ઈન્ડિઝના વન-ડે અને ટી-20 કેપ્ટન કાયરન પોલાર્ડને રૂ. 1.73 કરોડ, જ્યારે ટેસ્ટ ટીમના કેપ્ટન ક્રેગ બ્રેથવેટને 1.39 કરોડનો પગાર મળે છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ આવકના મામલે ખુબ જ પાછળ છે. તેને દર વર્ષ 62.4 લાખ મળે છે. આવી જ રીતે શ્રીલંકાના ટેસ્ટ ટીમના કેપ્ટન દીમુથ કરુણારત્નને રૂ. 51 લાખ જ્યારે વન-ડે, ટી-20 કેપ્ટન કુસલ પરેરાને રૂ. 25 લાખ મળે છે.