લખનૌઃ- માફિયા અતિક એહમદ અને અશરફની 2 દિવસ અગાઉ હત્યા કરવામાં આવી હતી ત્યારે બાદ હત્યાને લઈને અનેક સવાલો પણ ઊભા થયા હતા ત્યારે હવે આ મામલો સીધો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે.પોલીસ કસ્ટડીમાં અતીક અને અશરફની હત્યાની તપાસની માગણી કરતી જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
આ સાથે જ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ તપાસની માંગ કરવામાં આવી છે. આ સહીત, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ નિષ્ણાત સમિતિ દ્વારા 2017 થી ઉત્તર પ્રદેશમાં 183 એન્કાઉન્ટરોની તપાસ કરવાની માંગ ઉછવા પામી છે.
ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજમાં માર્યા ગયેલા ગેંગસ્ટર અને પૂર્વ બાહુબલી સાંસદ અતીક અહમદઅને તેના ભાઈ અશરફને કસારી મસારી કબ્રસ્તાનમાં સુપુર્દ એ ખાક કરવામાં આવ્યા હતા. બંનેના મૃતદેહ કસારી મસારી કબ્રસ્તાનમાં આકરી સુરક્ષા વચ્ચે પહોંચ્યાઅને ત્યા દફનવિધી કરવામાં આવી હતી.
જો હતક્યા મામલે સુપ્રિમ કોર્ટમાં અરજી કરવાની વાત કરીએ તો આ અરજી એડવોકેટ વિશાલ તિવારીની તરફથી દાખલ કરવામાં આવી છે. અરજી દ્વારા અતીક અને તેના ભાઈની હત્યાની તપાસ માટે કમિટી બનાવવાની માંગ કરવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટમાં દાખલ કરાયેલ અરજીમાં 2020ના વિકાસ દુબે એન્કાઉન્ટર કેસની સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે માફિયા અતીક અહેમદની સુરક્ષા પર સવાલ ઉઠાવતી અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે અતીક અહેમદની સુરક્ષા અંગે કોઈ આદેશ આપવાની મનાઈ કરી હતી.