- કર્ણાટકના એક વ્યક્તિમાં ઈટા વાયરસની પૃષ્ટિ કરાઈ
- આ વ્યક્તિ 4 મહિના પહેલા દૂબઈ થી આવ્યો હતો
દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના વાયરસનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે કોરોના વાયરસના બીજા એક વેરિએન્ટની પૃષ્ટિ કરવામાં આવી છે, મળતી માહિતી પ્રમાણે દક્ષિણ કર્ણાટકના મેંગલુરુમાં કોરોનાના ઇટા વેરિએન્ટની પૃષ્ટિ થઈ છે. મેંગલુરુ જિલ્લા આરોગ્ય અધિકારીએ આ બાબતે કહ્યું છે કે 4 મહિના પહેલા દુબઈથી પરત ફરેલા એક વ્યક્તિમાં ગુરુવારના રોજ આ વેરિએન્ટની પુષ્ટિ થઈ છે.
કર્ણાટકની કોવિડ -19 જીનોમ સિક્વન્સિંગ કમિટીના ચેરમેન ડો, રવિ એ આ મામલે કહ્યું કે ઇટા વેરિએન્ટનો આ પહેલો કેસ નથી. આ પ્રકાર એપ્રિલ 2020 માં 2 નમૂનાઓમાં પણ જોવા મળ્યો હતો.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઇટા વેરિએન્ટ આલ્ફા, બીટા, ગામામાં જોવા મળતા N501Y પરિવર્તનને વહન કરતું નથી. જો કે, ગામા, ઝેટા અને બીટા વેરિએન્ટમાં જોવા મળતા E483K મ્યૂટેશેનની ઓળખ આ વેરિઅન્ટમાં શોધી કાઢવામાં આવી છે, જેને લઈને સાવધ રહેવાની જરૂર છે કારણ કે તે જીવલેણ બની શકે છે.
WHO નું અનુમાન છે કે ઇટા વેરિએન્ટ કોરોનાના તમામ વર્તમાન વેરિઅન્ટથી અલગ છે. તેમાં F888L મ્યૂટેશનની સાથે સાથે E484K મ્યૂટેશન જોવા મળ્યું છે. વાયરસ પોતાના સમય S2 ડોમેનમાં એટલે કે સ્પાઇક પ્રોટીનમાં ફેરફાર કરે છે. જો આવું થાય, તો વાયરસ અન્ય કરતા વધુ સંક્રમિત હોઈ શકે છે.