આંધ્ર પ્રદેશમાં ફેલાયેલી રહસ્યમય બીમારીનું કારણ મળી આવ્યું – બ્લડમાં જોવા મળી આ પ્રકારની ઘાતુંઓ
- આંઘ્ર પ્રદેશની રહસ્મય બિમારીનું કારણ જાણવા મળ્યું
- બિમારી ફેલાવાનું અગત્યનું કારણ બ્લડમાં રહેલી ઘાતુંઓ
- દર્દીઓના લોહીમાં મળ્યા લેડ અને નિકલ
દિલ્હીઃ- આંધ્રપ્રદેશમાં એક રહસ્યમય બીમારી જોવા મળી હતી જેમાં કેટલાક લોકો આ બીમારીનો ભઓગ બન્યા છે, આ જ્યમાં જોવા મળેલી આ બિમારીમાં સંપડાયેલા દર્દીઓમાં મીર્ગીનો દોરો પડવો, અચાનક બેભાન થઈ જવું, ધ્રૂજારી આવવી અને મો માં ઝાળ બળવાની ફરીયાદો જોવા મળી રહી હતી ત્યાર બાદ અનેક ડોક્ટર્સ દ્વારા તેની તપાસ હાથ ઘરવામાં આવી હતી.
મંગલગિરી, અખિલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસના ડોકટરોની ટીમે હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ દર્દીઓના લોહીના નમૂના પણ વિગતવાર તપાસ માટે લેવામાં આવ્યા હતા ,આ બીમારીમાં એક દર્દીએ જીવ પણ ગુમાવ્યો હતો, આ સાથે જ દિલ્હી સ્થિતિ એઈમ્સના ડોક્ટરોની ટીમએ પણ આ માટેની તપાસ હાથ ઘરી હતી. ત્યારે હવે આ બ્લડની તપાસમાં એક ખુલાસો થયેલો જોવા મળ્યો છે.
આ બીમારીમાં અત્યાર સુધી 500 જેટલા લોકો સંપડાય ચૂક્યા છે,આ બીમારીની તપાસ માટે દિલ્હીની હોસ્પિટલ એઇમ્ના ડૉક્ટરોની ટીમે પણ કમર કસી હતી જેમાં એક ખુલાસો થયો છેમળતી મનાહિતી પ્રમાણે દર્દીઓના લેવામાં આવેલા લોહીના નમૂનાઓની તપાસ કરાઈ હતી તેમાંથી ડોક્ટર્સને કુલ 10 દર્દીઓના લોહીમાં લેડ અને નિકલ ધાતુના કણ મળી આવ્યા છે.આ બે એક પ્રકારની ઘાતું છે જેના કણ લોહીમાં હોવાના કારણે આ પ્રકારની બીમારી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
એઈમ્સના ડોક્ટરની ટીમે દર્દીઓના લોહીની તપાસ કરી છે જે પ્કરમાણે, લેડ અને નિકલ ધાતુના કણ દર્દીઓના શરીરમાં પાણી કે દૂધના માધ્યમથી પહોંચ્યા હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે હવે બીજા દર્દીઓના જે નમુલા લોહીના લેવામાં આવ્યા હતા તેની રાહ જોવામાં આવી રહી છે, જો આજ પ્રમાણ ન્ય દર્દીઓના લોહીમાં પણ આ પ્રકારની ઘઆતુ મળી આવે છે તો ચાક્કસ બીમારીનું કારણ આ બે ઘાતુંઓનું શરિરમાં પ્રવેશવાનું હોય શકે છે.
સાહિન-