Site icon Revoi.in

કેન્દ્રએ ટ્વિટરને પાકિસ્તાન-ખાલિસ્તાન સાથે લીંક ઘરાવતા 1178 એકાઉન્ટ બંધ કરવા કહ્યું

Social Share

દિલ્હીઃ-કેન્દ્ર સરકારે ટ્વિટરને પાકિસ્તાની-ખાલિસ્તાની એકઉન્ટને દૂર કરવા જણાવ્યું છે જે ખેડૂતોના વિરોધ અંગે ખોટી માહિતી અને ભડકાઉ સામગ્રી ફેલાવી હહ્યા છે. સરકારી સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ટ્વિટરે હજી સુધી સંપૂર્ણ રીતે આદેશોનું પાલન કર્યું

સરકારે આ પગલું એવા સમયે લીધું છે જ્યારે થોડા દિવસો પહેલા જ સરકારે 250 એકાઉન્ટને બ્લોક કરવા કહ્યું હતું. આ એકાઉન્ટ દ્વારા ખોટી માહિતી ફેલાવવા ઉપરાંત ‘કિસાન નરસંહાર જેવા હેશટેગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગયા અઠવાડિયાના ગુરુવારના રોજ આ અંગે ટ્વિટરને નવી સૂચના આપવામાં આવી હતી.

ગૃહ મંત્રાલયના એક રિપોર્ટ પછી આઈએ આ માંગણી કરી છે. નવી સૂચિમાં ખાલિસ્તાન અને પાકિસ્તાન લિંક્સ ધરાવતા લોકો પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ એકાઉન્ટ્સ શામેલ છે. કેટલાક સ્વચાલિત ચેટબોટ્સ છે જેનો ઉપયોગ ખેડૂતોના વિરોધ દરમિયાન ખોટી માહિતીને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી રહ્યો છે.

આ એકાઉન્ટને બ્લોક કરવાની સૂચના આ આધાર પર આપવામાં આવી છે કે દેશમાં ચાલતા ખેડૂતોના વિરોધ વચ્ચે આવા એકાઉન્ટસ લોકો માટે જોખમી બની શકે છે.માઇક્રોબ્લોગિંગ સાઇટ ‘ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન’ ખોટી સામહિતી ફેલાવનારા સામે કાર્યવાહી ન કરીને આઇટી મંત્રાલયના રડાર પર છે,

તાજેતરમાં, આઇટી મંત્રાલયે ટ્વિટરને સૂચના આપી હતી કે લગભગ 250 જેટલા ટ્વિટર એકાઉન્ટ્સ ખોટી માહિતી ફેલાવી રહ્યા છે અને વાંધાજનક હેશટેગનો ઉપયોગ કરી રહ્યાં છે. એક દિવસ આ એકાઉન્ટ્સને અવરોધિત કર્યા પછી, ટ્વિટરએ તેમને એમ કહીને અનાવરોધિત કર્યો કે તેઓ ‘ભળકાવ ભાષા’ નો ઉપયોગ કરી રહ્યા નથી.

સાહિન-