Site icon Revoi.in

બદલતા કોરોનાના સ્વરુપને લઈને કેન્દ્ર એ રાજ્યોને સઘન દેખરેખના આદેશ આપ્યા,ચાવચેતી જરુરી ગણાવી

Social Share

દિલ્હી – દેશભરમાં સતત કોરોનાનું સ્વરુપ બદલાી રહ્યું છે ત્યારે કોરોનાના નવા આવેલા વેરિએન્ટે ફરી સરકારની ચિતં ાવધારી છે,આ બબાતે વિતેલી કાલે સ્વાસ્થ્યમંત્રીએ નિષ્ણાંતો સાથે એક બેઠક પણ યોજી હતી. દેશના ઘણા સ્થળોએ ફરીથી સંક્રમણના કેસો સામે આવવા લાગ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ દેશભરમાં દેખરેખ વધારવાનો આદેશ આપ્યો હતો. 

મંગળવારે સ્વાસ્થ્ય મંત્રીએ કોરોનાના નવા XE વેરિઅન્ટને લઈને નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. નવા વેરિઅન્ટની ઓળખ અને સઘન દેખરેખ અંગે પણ માર્ગદર્શિકા આપવામાં આવી હતી.

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ ઘણા નવા વેરિઅન્ટને પ્રમોટ કરી રહ્યું છે. આમાં XE અને XE શ્રેણીની અન્ય જાતોનો સમાવેશ થાય છે. અત્યારે તે કોઈ ગંભીર દુર્ઘટનાનું કારણ નથી, પરંતુ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.

આ બેઠકમાં નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપના ચેરમેન ડો.એન.કે. અરોડાએ યુકે, ચીન અને અમેરિકાની પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી અને રસીકરણ અને સાવચેતીના ડોઝ વિશે માહિતી આપી હતી. તે જ સમયે, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના ડાયરેક્ટર ડૉ. સુજીત કુમાર સિંઘે કેરળ, મિઝોરમ, દિલ્હી, હરિયાણા સહિત લગભગ પાંચ રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારાની માહિતી આપી હતી.

કોરોનાની સમિક્ષાના આદેશ

આરોગ્ય મંત્રીએ કોરોનાને લઈને નિર્દેશ આપ્યો છે કે રાજ્ય સરકારો સાથે સંપર્કમાં, કોવિડ તકેદારી નિયમોનું પાલન કરવા પર ભાર મૂકવો જોઈએ. રસીકરણ અંગેની જિલ્લાવાર પરિસ્થિતિની દરરોજ સમીક્ષા થવી જોઈએ. જો જિલ્લાઓ અથવા રાજ્યો જોખમની સ્થિતિમાં દેખાઈ આવે છે, તો કેન્દ્રીય સ્તરે પણ પ્રયાસો તેજ કરવા જોઈએ.