- કેન્દ્રએ કોરોનાને લઈને રાજ્યોને એલર્ટ કર્યા
- હોસ્પિટલોમાં શ્વાસના દર્દી વધવા એટલે જોખમની સ્થિતિ ગણાવી
દિલ્હીઃ- ચીનમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો છએ તેવી સ્થિતિમાં હવે ભારત સરકાર પણ કોરોનાને લઈને સખ્ત બની છે,એરપોર્ટ પર ફરી કેટલાક ટકા પરિક્ષણ પણ શરુ કરવામાં આવ્યું છે ત્યારે આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સતર્ક રહેવાની સૂચનાઓ પણ આપી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે વિશ્વમાં કોવિડના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે દેશમાં કોવિડના નવા ખતરા અંગે ફરી ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને દેખરેખ વધારવા અને હોસ્પિટલમાં દાખલ થયેલા લોકો પર નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે જો દેશના કેટલાક વિસ્તારોમાં કોવિડ-19થી સંબંધિત હોસ્પિટલમાં દાખલ થવા અથવા શ્વસન સંબંધી દર્દીઓમાં અચાનક વધારો થાય છે, તો તે આપણા માટે લાલબત્તી સમાન સાબિત થશે.
આ સાથએ જ કહેવામાં આવ્યું છે કે શ્વાસના દાખલ થતા દર્દીઓની હોસ્પિટલોએ નજીકથી નજર રાખવી જોઈએ. દર્દીઓની સંખ્યામાં કોઈપણ અસામાન્ય વધારો ઓળખવો જોઈએ. આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે રાજ્યએ હોસ્પિટલોમાં કોરોના વાયરસના કેસ પર પણ નજર રાખવી જોઈએ.કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ શુક્રવારે કોવિડ-19ના સંચાલન અને રસીકરણની સમીક્ષા કરવા રાજ્યના આરોગ્ય પ્રધાનો સાથે બેઠક યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે હોસ્પિટલોમાં દેખરેખ પર ધ્યાન આપવું જોઈએ. તેમણે રાજ્યોમાં ગટર અને ગંદા પાણીની દેખરેખ પર પણ ભાર મૂક્યો, જેથી મળ દ્વારા વાયરસના સંક્રમણને પણ અટકાવી શકાય .