- કેન્દ્ર સહી દામ નામની એપ લોંચ કરશે
- ગ્રાહક દવાના ભાવ અને ગુણવત્તા મામલે નોધાવી શકશે ફરીયાદ
દિલ્હીઃ- હવે જો ગ્રાહકોને માર્કેટમાં દવાો મોંધી મળી રહી છે તો તેની સીધેસીધી ફરીયાદ પણ કરી શકાશે, સ્વાસ્થ્ય સેવાઓને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા માટે કેન્દ્ર એ એક ખાસ મોબાઈલ એપ લોન્ચ કરી છે. જેના પર કોઈપણ વ્યક્તિ મોંઘી દવા અથવા નબળી ગુણવત્તાની દવાઓ અંગે ફરિયાદ કરી શકશે.
વિતેલા દિવસને સોમવારના રોજ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી ની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થવા પર આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા ફોન એપ લોન્ચ કરવામાં આવી હતી.
સરકારે લોંચ કરેલી આ એપનું નામ છે’ફાર્મા સહી દામ’ , હવે ગ્રાહકો આ મોબાઈલ એપ દ્વારા હિન્દી અને અંગ્રેજી ભાષામાં ફરિયાદ કરી શકશે અને દવાઓની ગુણવત્તા તથા ભાવ સાથે ચંડા કરનારા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી પણ કરવામાં આવશે.
સાથે જ આ એપની મદદથી માત્ર બ્રાન્ડેડ દવાઓની વાસ્તવિક કિંમત જ જાણી શકાતી નથી, પરંતુ તમે અન્ય લોકોને જાણ કરવા માટે આ માહિતી સોશિયલ મીડિયા પર પણ શેર કરી શકો છો.
આ સાથે NPPAએ ઈન્ટિગ્રેટેડ ફાર્માસ્યુટિકલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ નું બીજું વર્ઝન પણ લોન્ચ કર્યું છે. તે દવાઓનું ઉત્પાદન, તેની ગુણવત્તા, કિંમત અને દર્દીઓ પર તેની અસર વિશે સંપૂર્ણ માહિતી રાખશે.કેન્દ્રની સરકારના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના સચિવ એસ અર્પણાએ જણાવ્યું હતું કે દેશના 25 રાજ્યોમાં પ્રાઇસ મોનિટરિંગ એન્ડ પ્રોસેસિંગ યુનિટ્સ ની સ્થાપના કરવામાં આવી છે. આ યુનિટ દવાઓની ગુણવત્તા અને કિંમત પર નજર રાખશે.