- કોરોનાના વધતા સંક્રમણને લઈને કેન્દ્રએ 7 રાજ્યોને પત્ર લખ્યો
- તહેવારામાં ખાસ એલર્ટ રહેવા જણાવાયું
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો 15 હજારને પાર નોંધાઈ રહ્યા છે ત્યારે કેન્દ્ર એ આવનારા તહેવારોને લઈને ચિંતા વ્યક્ત કરી છે,દેશના કેટલાક રાજ્યો એવા છે કે જ્યા કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે ત્યારે આવા 7 રાજ્યોને કેન્દ્ર તરફથી પત્ર લખવામાં આવ્યો છે અને આવનારા તહેવારોમાં વધુ સતર્ક રહેવા જણાવાયું છે.
ન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે સાત રાજ્યોને પત્ર લખીને જણાવ્યું છે કે છેલ્લા એક મહિનામાં આ રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે.કેન્દ્રએ એવી પણ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં તહેવારોની સિઝન છે, ત્યારે મોટા પ્રમાણમાં લોકોએ ભેગા થવાની સંભાવના છે અને એક રાજ્યથી બીજા રાજ્યમાં લોકોની મુસાફરી પણ વધશે, તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારોએ યોગ્ય પગલાં લેવા જોઈએ તથા કોરોનાનું સંક્રમણ ફેલાતા રોકવા માટે તમામ પ્રયત્નો કરવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે દેશની રાજધાની પણ કોરોના સંક્રમણના મામલે મોખરે છે. દિલ્હીમાં કોરોના વાયરસના ચેપના 2,419 નવા કેસ નોંધાયા હતા.કેન્દ્ર દ્રારા સંક્રમણ વધારે હોય તેવા 7 રાજ્યોને ઓળખીને પત્ર લખાયો છે આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે ટેસ્ટ, ટ્રીટ, ટ્રેક, મોનિટર, રસીકરણને ઝડપી બનાવવાની હવે સતત જરૂર છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર એ જે સાત રાજ્યોમાં સંક્રમણને લઈને ચિંતા વ્યક્ત કરાઈ છે તેમાં દિલ્હી, કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ, તેલંગાણા અને કર્ણાટકનો સમાવેશ થાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ સાત રાજ્યોને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી છે અને ચેતવણી આપી છે.