કેન્દ્ર આમ આદમીના પૂર્વ નેતા કુમાર વિશ્વાસને Y ને બદલે હવે Y+ કેટેગરીની સુરક્ષા અપાશે
- પૂર્વ નેતા કુમાર વિશ્વાસની સુરક્ષામાં વાધરો કરાયો
- Y+ કેટેગરીની સુરક્ષા કેન્દ્ર પ્રદાન કરશે
દિલ્હીઃ- આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કુમાર વિશ્વાસની સુરક્ષા ગૃહ મંત્રાલય દ્વારા વધારવામાં આવી છે અને હવે તેઓને Y થી Y-પ્લસ સ કેટેગરીની સુરક્ષા આપવામાં આવશે, સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ સુરક્ષા શ્રેણી તેમને દેશભરમાં આપવામાં આવશે.
ઇન્ટેલિજન્સ બ્યુરોના રિપોર્ટના આધારે MHAએ કુમાર વિશ્વાસની સુરક્ષાને અપગ્રેડ કરી છે. કુમારને આ અગાઉ Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી રહી હતી.Y-પ્લસ સુરક્ષામાં આર્મ્ડ પોલીસના 11 કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. 11માંથી પાંચ સ્ટેટિક પોલીસ કર્મચારીઓ સુરક્ષા માટે VIPના ઘરની અંદર અને તેની આસપાસ રહેશે. ઉપરાંત, ત્રણ શિફ્ટમાં છ પ્રોટેક્ટીવ સર્વિસ ઓફિસર્સ ગાર્ડ છે.
ઉલ્લેખનીય છે કે પંજાબની ચૂંટણી દરમિયાન કુમાર વિશ્વાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કેજરીવાલ પર ખાલિસ્તાનીઓને સમર્થન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ બાદ ખૂબ વિવાદ સર્જાયો હતો વિવાદ વધ્યા બાદ કેન્દ્ર સરકારે કુમાર વિશ્વાસને Y કેટેગરીની સુરક્ષા પ્રદાન કરી હતી જ્યારે હગવે તે અપગ્રેડ કરીને Y પ્લસ કરવામાં આવી છે.