Site icon Revoi.in

કેન્દ્ર સરકારે દિલ્હી માટે ઓક્સિજન ક્વોટાનું પ્રમાણ 490 મેટ્રીક ટનથી વધારીને 590 મેટ્રિક ટન કર્યું 

Social Share

દિલ્હી- સમગ્ર દેશ જે રીતે કોરોના સામે લડી રહ્યો છે તે રીતે દર્દીઓના જીવ બચાવવા માટે ઓક્સિજનની પુરતા પ્રમાણમાં અનિવાર્ય.તા સર્જાઈ રહી છે, ત્યારે દેશની રાજધાની દિલ્હી ઓક્સિજનના અભાવ વચ્ચે જોવા મળી રહી છે, ત્યારે હવે દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત વચ્ચે કેન્દ્ર સરકારે રાજધાની દિલ્હીનો ઓક્સિજન ક્વોટા 490 મેટ્રીક ટનથી વધારીને 590 એમટી કરી દીધો છે.

કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે દિલ્હીને ઓડિશાના કલિંગ નગરમાંથી વધારાના 75 મેટ્રિક ટન અને ઓડિશાના ઝારસુગુડામાં જેએસડબલ્યુ બીપીએસએલથી 25 મેટ્રિક ટન તબીબી ઓક્સિજનની સપ્લાય કરવામાં આવશે.

દિલ્હી સરકારે  976 મેટ્રીક ટન ઓક્સિજનની કેન્દ્ર પાસે કરી હતી માંગ

મંત્રાલય દ્રારા મળતી માહિતી મુજબ નવી ઓક્સિજનની વધુ ફાળવણી સાથે હવે દિલ્હીને દરરોજ 590 મેટ્રિક ટન ઓક્સિજન મળશે. જો કે, રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાના કેસો વધતા જતા દિલ્હી સરકારે કેન્દ્ર પાસેથી 976 મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનની માંગ કરી રહી છે. શરૂઆતમાં મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીમાં દરરોજ 976 મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનની જરૂર પડે છે.

આ સમગ્ર સમય દરમિયાન, દિલ્હી સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને તબીબી ઓક્સિજન પુરા પાડતા એકમોની 24 કલાક નજર રાખવાના આદેશ આપ્યા છે, જેથી કરીને જરૂરીયાતમંદ દર્દીઓ અને હોસ્પિટલોને આ જીવનરહિત ગેસનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવી શકે.