નવા સંસદભવનના ઉદ્ધાટન સમયે કેન્દ્ર 75 રુપિયાનો સિક્કો જારી કરશે
- નવા સંસદ ભવનનું ઉદ્ધાટન હશે ખાસ
- આ પ્રસંગે કેન્દ્ર 75 રુપિયાનો સિક્કો જારી કરશે
દિલ્હીઃ 28 મેના રોજ નવા સસંસજ ભવનનું ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે ભારતના ઈતિહાસમાં આ દિવસ ખાસ નોંધાવા જઈ રહ્યો છે,આ દિવસના રોજ ઘણા નવા કાર્યનો આંરભ પણ થશે તો સાથે જ આ દિવસે કેન્દ્ર દ્રારા 75 રુપિયાનો સિક્કો પણ જારી કરવામાં આવશે.
પઆ બાબતને લઈને નાણા મંત્રાલયે વિતેલા દિવસના રોજ માહિતી શેર કરી હતી તેમણે જણાવ્યું હતું કે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનની યાદમાં 75 રૂપિયાનો વિશેષ સિક્કો લોન્ચ કરવામાં આવશે. સિક્કાની એક તરફ અશોક સ્તંભની સિંહ રાજધાની હશે, જેની નીચે ‘સત્યમેવ જયતે’ લખેલું જોવા મળશે. તો વળી સિક્કાની ડાબી બાજુએ દેવનાગરી લિપિમાં ‘ભારત’ અને જમણી બાજુએ અંગ્રેજીમાં ‘ભારત’ લખવામાં આવશે.
આ સાથે જ 75 રુપિયાના સિક્કામાં રૂપિયાનું પ્રતીક પણ હશે અને આંતરરાષ્ટ્રીય અંકોમાં સિંહની રાજધાની નીચે 75નું મૂલ્ય હશે. સિક્કાની બીજી બાજુ સંસદ સંકુલનો ફોટો દર્શાવવામાં આવશે. દેવનાગરી લિપિમાં ‘સંસદ સંકુલ’ શબ્દો ઉપલા પરિઘ પર અને અંગ્રેજીમાં ‘સંસદ સંકુલ’ નીચલા પરિઘ પર લખવામાં આવશે.
જાણો શું ખાસિયત હશે આ સિક્કાની
- જારી કરવામાં આવશે તે 75 રૂપિયાના આ સિક્કાનું વજન 35 ગ્રામ હશે
- આ સિક્કામાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ અને 5-5 ટકા નિકલ અને ઝીંક મેટલથી બનાવેલ છે
- સંસદના ચિત્રની નીચે વર્ષ 2023 પણ લખવામાં આવશે.
- આ સિક્કો ભારત સરકારની કોલકાતા મિન્ટ દ્વારા બનાવવામાં આવ્યો છે
- નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન PM નરેન્દ્ર મોદી દ્વારા તેને લોન્ચ કરવામાં આવશે.