Site icon Revoi.in

કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ એ આવકવેરા અધિનિયમ 1961ની સમીક્ષા કરવા માટે આંતરિક સમિતિની રચના કરી

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ એ આવકવેરા અધિનિયમ 1961ની સમીક્ષા કરવા માટે આંતરિક સમિતિની રચના કરી છે. નાણા મંત્રાલયે કહ્યું કે આ સમિતિનો ઉદ્દેશ્ય કાયદાને સરળ, સ્પષ્ટ અને સંક્ષિપ્ત બનાવવાનો છે. આનાથી વિવાદો અને કાનૂની કેસોમાં ઘટાડો થશે અને કરદાતાઓને વધુ નિશ્ચિતતા મળશે.

મંત્રાલયે ઈન્કમટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર તમામ હિતધારકો, નિષ્ણાતો અને સામાન્ય લોકો પાસેથી સૂચનો માંગ્યા છે. ભાષાનું સરળીકરણ, કાયદાકીય વિવાદોમાં ઘટાડો, અને બિનજરૂરી જોગવાઈઓને દૂર કરવા સંબંધિત ચાર શ્રેણીઓમાં સૂચનો માંગવામાં આવ્યા છે. આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ પર ઇ-ફાઇલિંગ પોર્ટલ પર સૂચનો મોકલી શકાય છે.