Site icon Revoi.in

કેન્દ્રીય દવા ધોરણ નિયંત્રણ સંસ્થાએ ચાર દવાઓના બેચને નકલી જાહેર કર્યા

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય દવા ધોરણ નિયંત્રણ સંસ્થાએ ચાર દવાઓના બેચને નકલી જાહેર કર્યા છે. સંગઠને લગભગ 3 હજાર સેમ્પલનું પરીક્ષણ કર્યા બાદ 49 દવાઓ પાછી ખેંચી લેવા જણાવ્યું છે. નમૂના લેવામાં આવેલી કુલ દવાઓમાંથી માત્ર 1.5 ટકા જ ઓછી અસરકારક હોવાનું જણાયું હતું.

નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાસ આ સંસ્થાના વડા રાજીવ સિંહ રઘુવંશીએ જણાવ્યું હતું કે, સીડીએસસીઓ દ્વારા સતર્ક કાર્યવાહી અને દવાઓની દેખરેખથી ઓછી અસરકારક દવાઓની ટકાવારીમાં ભારે ઘટાડો થયો છે.