- કેન્દ્ર સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક
- 31 જાન્યુઆરીએ યોજાશે આ બેઠક
- બજેટ સત્ર પહેલા યોજાશે આ બેઠક
દિલ્હી:સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે.બીજી તરફ કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે.આ પહેલા કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.આ બેઠક 31 જાન્યુઆરીએ બપોરે 3 વાગ્યે યોજાઈ શકે છે.
મળતી માહિતી મુજબ આ બજેટ સત્ર 11 ફેબ્રુઆરી સુધી ચાલશે.તો,સત્રનો બીજો તબક્કો 14 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે. સૂત્રોનું માનીએ તો સામાન્ય માણસને આ વર્ષના બજેટથી ઘણી રાહત મળવાની આશા છે.
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે સંસદના બજેટ સત્રનો પ્રથમ તબક્કો યોજાઈ રહ્યો છે અને જ્યાં પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીએ થશે અને છેલ્લા તબક્કાનું મતદાન 7 માર્ચે થશે.
રજા બાદ સત્રનો બીજો તબક્કો શરૂ થશે ત્યાં સુધીમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી જશે. આ પાંચ રાજ્યોની મતગણતરી 10 માર્ચે થશે.