Site icon Revoi.in

કેન્દ્રની સરકારે ઔદ્યોગિક લાયસન્સની માન્યતા હવે ત્રણ વર્ષથી વધારીને કેટલીક શરતો સાથે હ 15 વર્ષની કરી ,

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોઈ પણ પ્રકારના બિઝનેસ કાર્ય માટે એક સરાકરી લાયસન્સની અનિવ્રાયતા હોય છે જેની અમુક ચોક્કસ સમયમર્યાદા હોય છે જે તે સમયમર્યાદા પૂર્મ થતા તેને રિન્યુ કે ફરીથી કઢાવવામાં આવે છે એજ રીતે દેશમાં ઔધગિક લાયસન્સની માન્યતા 3 વર્ષની હતી જો કે કેન્દ્ર સરકાર દ્રારા હવે આ મર્યાદામાં વધારો કરાયો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે આ બાબતને લઈને કેન્દ્રની સરકારે વિતેલા દિવસને સોમવારે કહ્યું કે આઈડીઆર એક્ટ હેઠળ જારી કરાયેલા તમામ ઔદ્યોગિક લાઇસન્સ ત્રણ વર્ષની જગ્યાએ 15 વર્ષ માટે માન્ય રહેશે.ઔદ્યોગિક લાઇસન્સ જારી કરવાની પ્રક્રિયાને મજબૂત બનાવતા વિભાગે કહ્યું કે સંબંધિત મંત્રાલય નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર લાયસન્સની અવધિ ત્રણ વર્ષ માટે વધારી શકે છે. આ જોગવાઈ ફક્ત ત્યારે જ લાગુ થશે જો લાઇસન્સધારકે 15 વર્ષના સમયગાળામાં ઉત્પાદન શરૂ ન કર્યું હોય.

જાણકારી અનુસાર  વેપારમાં સરળતા વધારવા માટે સંરક્ષણ ક્ષેત્ર માટે જારી કરાયેલા લાયસન્સની તર્જ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે.જો કે ડીપીઆઈઆઈટીની માર્ગદર્શિકા મુજબ, 15 વર્ષની મુદત પૂરી થાય તે પહેલાં, લાયસન્સ વધારવા માટે સંબંધિત વિસ્તારના વહીવટી મંત્રાલયને અરજી કરવાની રહેશે. જો કે, આ એપ્લિકેશન કરતી વખતે કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી છે. આમાં ઓછામાં ઓછા 30 વર્ષ માટે અરજદાર પાસે રહેલ જમીનના પ્લોટની માલિકી અથવા લીઝ, પ્રોજેક્ટનું બાંધકામ કાર્ય પૂર્ણ થયું છે અને પ્લાન્ટ અને મશીનરીની સ્થાપના પૂર્ણ થઈ ગઈ છે જેવી શરતોનો સમાવેશ થાય છે

ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ હેઠળ ઉદ્યોગોને લાઇસન્સ આપવાની જોગવાઈઓ કરવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઔદ્યોગિક લાઇસન્સની માન્યતા ત્રણ વર્ષથી વધારીને 15 વર્ષ કરવામાં આવી રહી છે, જે અગાઉ જારી કરાયેલી તમામ પ્રેસ નોટ્સ રદ કરે છે.