- કેજરીવાલને કેન્દ્ર તરફથી મોટા ફટકો
- ડોર સ્ટેપ ડિવિલરી પર કેન્દ્ર એ લગાવી રોક
દિલ્હીઃ- કેજરીવાલ સરકાર જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી પોતાના પ્રદેશ માટે અવનવી યોજનાઓ લાગૂ કરી રહી છે, ક્યારેક વિજળી બિલ માફ કરીને ચર્ચામાં આવે છે તો ક્યારેક ઘરે ઘરે રાશન પહોંચાડવાની યોજનાને લઈને ચર્ચામાં રહે છે,ત્યારે આવી સ્થિતિમાં કેજરીવાલ સરકારને મોટો ફટકો પડ્યો છે.કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના આધારે આ યોજના બંધ કરી દીધી છે. દિલ્હી સરકારને આ યોજના લાગુ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. આ સાથે જ આમ આદમી પાર્ટી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરી રહી છે. આપનો આરોપ છે કે ભાજપ અને રેશન માફિયા વચ્ચેના જોડાણને કારણે કેન્દ્ર સરકારે ઘરે ઘરે રાશન પહોંચાડવા પર પ્રતિબંધ મૂક્યો છે.
આ પહેલા કેન્દ્રીય ખાદ્ય, ગ્રાહક બાબતો અને જાહેર વિતરણ મંત્રાલય વતી, દિલ્હી સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને એક પત્ર મોકલવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, લક્ષ્યાંકિત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ પાત્ર લાભાર્થીઓને અનાજનું વિતરણ કરતી વખતે દિલ્હી સરકારે ખાદ્ય સુરક્ષા અધિનિયમ -2013 ના ધોરણો અને જોગવાઈઓનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ.
આ મામલે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે દિલ્હીના એસોસિયેશન ઓફ રેશન ડીલર્સે કોર્ટમાં જે દલીલ કરી હતી તે એક્ટને ફગાવી દેવામાં આવી હતી. આપના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજના જણાવ્યા અનુસાર, કોર્ટે કહ્યું હતું કે એનએફએસએ આવી કોઈ અવરોધ પેદા કરતું નથી. ભારદ્વાજે જણાવ્યું હતું કે, હવે જ્યારે કેન્દ્ર સરકારે આ યોજનાને અમલમાં મૂકવા માટે દિલ્હી સરકારને ફરી ના પાડી છે, ત્યારે કેન્દ્રએ એ જ એનએફએસએ કાયદાનો વેશ લીધો છે. એક રીતે, કેન્દ્ર સરકાર તરફથી કોર્ટના આદેશનું અપમાન છે.
કોર્ટનો નિર્ણય 27 સપ્ટેમ્બરે આવ્યો હતો.યોજનાને શરતી રીતે લાગુ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ પછી મુખ્યમંત્રીએ તેનો પ્રસ્તાવ LG ને મોકલ્યો. અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નરને વિનંતી કરી હતી કે હાઈકોર્ટે આ યોજનાને લાગુ કરવાની પરવાનગી આપી છે. હવે તેમણે દિલ્હી કેબિનેટના અગાઉના નિર્ણયના અમલીકરણને પણ મંજૂરી આપવી જોઈએ. આ સાથે, દિલ્હીના લોકોને ઘરે ઘરે રાશન પહોંચાડી શકાય છે. પરંતુ હવે કેન્દ્ર સરકારે ફરી આ યોજના પર પ્રતિબંધ મુકી દીધો છે.