કેન્દ્ર સરકારે ક્રુડ ઓઇલ પરના વિંડફોલ ટેક્સમા ભારે ઘટાડો કર્યો
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ક્રુડ ઓઇલ પરના વિંડફોલ ટેક્સમા ભારે ઘટાડો કરી નવો ટેક્સ 3250 રૂપિયા પ્રતિ ટન કર્યો છે. ગયા પખવાડીયામાં આ ટેક્સ 5200 રૂપિયા પ્રતિ ટન હતો.સરકાર દ્વારા જાહેર કરાયેલ સુચના પ્રમાણે નવા ટેક્સ દર 15 જુનથી લાગુ પડશે.પેટ્રોલ, ડિઝલ અને વિમાનના ઇંધણ એટીએફ પર વિંડફોલ ટેક્સ શુન્ય બરાબર રાખવામાં આવ્યો છે.સરકાર દ્વારા દર 15 દિવસે વિંડફોલ ટેક્સની સમિક્ષા કરવામાં આવે છે.હાલના મહિનાઓમાં ઘણી વાર ક્રુડ ઓઇલ પર વિંડફોલ ટેક્સ ઓછો કરવામાં આવ્યો છે.
સરકારે પહેલી મેના રોજ ક્રુડ ઓઇલ પર નો વિડફોલ ટેક્સ 9600 થી ઘટાડી 8400 રૂપિયા પ્રતિ ટન કર્યો હતો જે 16 મેના રોજ 8400 થી ઘટાડી 5700 રૂપિયા પ્રતિ ટન અને પહેલી જુને 5700 નો ટેક્સ ઘટાડી 5200 રૂપિયા કરવામાં આવ્યો હતો. ક્રુડ ઓઇલ પરનો વિંડફોલ ટેક્સ ઘટાડવાનો સીધો ફાયદો દેશની સ્થાનિક સ્તરે પેટ્રોલીયમનું ઉત્પાદન કરતી કંપની ઓએનજીસી અને ઓઇલ ઇન્ડીયાને થાય છે.ક્રુડ ઓઇલની કિંમતો વધતાં કંપનીઓને થઇ રહેલા અનઅપેક્ષીત લાભ પર વિંડફોલ ટેક્સ લગાડવામાં આવે છે .જેની શરુઆત જુલાઇ 2022માં કરવામાં આવી હતી.