Site icon Revoi.in

કેન્દ્ર સરકારે અનલોકની ગાઈડલાઈન 31મી જાન્યુઆરી સુધી લંબાવી

Social Share

દિલ્હીઃ બ્રિટનમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવતા દુનિયાના અન્ય દેશોમાં ભય ફેલાયો છે. દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા પણ સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન કેન્દ્ર સરકારે કોરોનાની ગાઈડલાઈનને 31મી જાન્યુઆરી-2021 સુધી વધારી દીધી છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે રાજ્યોને તાકીદ કરી છે કે ગાઈડલાઈનનું બરાબર પાલન કરવામાં આવે.

બ્રિટન સહિતના દુનિયાભરના ઘણાં દેશોમાં ન્યૂ સ્ટ્રેઈન કોરોના વાયરસ જોવા મળ્યો તેનો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે અત્યારે વધારે સાવધાન રહેવાની જરૃર હોવાથી ગાઈડલાઈન આગળ વધારવામાં આવી છે. કન્ટેનમેન્ટ ઝોનને સાવધાનીપૂર્વક નક્કી કરીને તેનું સખ્તાઈથી પાલન કરવાની ગૃહ મંત્રાલયે રાજ્યોને તાકીદ કરી છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા નાઈટ કરફ્યૂ અંગે પોતાની સ્થાનિક સ્થિતિને આધારે નિર્ણય કરવામાં આવશે. લોકડાઉન લગાવવા મુદ્દે કેન્દ્ર સાથે ચર્ચાકરવી પડશે. ગાઈડલાઈન્સનો ભંગ કરનાર સામે રાજ્યો કડક પગલાં લઈ શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે ગુજરાતમાં અમદાવાદ સહિત ચાર શહોરમાં રાત્રિ કર્ફ્યુ નાખવામાં આવ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ નાઈટ કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે.