Site icon Revoi.in

કેન્દ્રની સરકારે ઓડિશાના એક રેલ્વે સ્ટેશન અને રાજસ્થાનના 3 ગામો અને યુપીનું એક ગામનું નામ બદલવાની આપી મંજૂરી

Social Share

દિલ્હીઃ-  દેશભરમાં મબઘલ શાસન દરમિયાન રાખવામાં આવેલા કેટલાક સ્થળો શહેરો અને રેલ્વેસ્ટેશનનો ના નામ બદલવાનો શિલશીલો ચાલુ છે આ પહેલા પણ ઉત્તરપ્રદેશમાં કેટલાક સ્થળોના નામ બદલાી ચૂક્યા છએ ત્યારે હવે કેન્દ્રની સરકારે દેશના 4 ગામ અને એક રેલ્વે સ્ટેશનના નામને બદલવાની મંજુરી આપી દીઘી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે કેન્દ્ર સરકારે ઓડિશાના એક રેલવે સ્ટેશન અને રાજસ્થાનના ત્રણ ગામો સહિત ચાર ગામોના નામ બદલવાની મંજૂરી આપી દીધી છે. આમાં ઉત્તર પ્રદેશનું એક ગામ પણ છે. ગૃહ મંત્રાલયે ઓડિશાના ખોરડા મંડળના હરિદાસપુર-પારાદીપ ખાતેના રત્નાગીરી રોડ રેલ્વે સ્ટેશનનું નામ બદલીને ઉદયગીરી-રત્નાગીરી રોડ રેલ્વે સ્ટેશન રાખવાની પણ મંજૂરી આપી છે.

રેલ્વે સ્ટેશનની વાત કરીએ તો ઓડિશાના રેલ્વે સ્ટેશનનું નામ બદલાશે.ગૃહ મંત્રાલયે ઓડિશાના ખોરડા મંડળના હરિદાસપુર-પારાદીપ ખાતેના રત્નાગીરી રોડ રેલ્વે સ્ટેશનનું નામ બદલીને ઉદયગીરી-રત્નાગીરી રોડ રેલ્વે સ્ટેશન રાખવાની પણ મંજૂરી આપી છે. ગૃહ મંત્રાલય રેલ્વે મંત્રાલય, પોસ્ટ વિભાગ અને સર્વે ઓફ ઈન્ડિયા પાસેથી મંજૂરી મેળવ્યા પછી સ્થળ અથવા સ્ટેશનનું નામ બદલવાની મંજૂરી આપે છે.

રાજસ્થાનના ત્રણ ગામોના નામ બદલવાની વાત કરીએ તો તેમાં ઉદયપુર જિલ્લાના કાનોડ તાલુકામાં ખીમવતોન કા ખેડાનું નામ બદલીને હવે  ખીમસિંહજી કા ખેડા રાખવામાંવલ આવશે ,આ સહીત જોધપુર જિલ્લાના ફલોદી તાલુકામાં બેંગટી કાલાનું નામ બદલીને બેંગટી હરબુજી અને જાલોર જિલ્લાના સાયલા તાલુકામાં ભૂંડવાનું નામ બદલીને ભાંડવપુરા રાખવામાં આવશે આ માટે એનઓસી આપવામાં આવ્યું છે.

આ સહીત ઉત્તરપ્રદેશના પણ એક ગામનો સનમાવેશ થયો છે કે જેનું પણ નામ બદલવાની મંજુરી મળી છે જે પ્તરમાણે  ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લાના અમાનુલ્લાપુરનું નામ બદલીને જમુનાનગર કરવા માટે પણ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.