- કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય
- 18-59 વર્ષની વયના લોકોને મફતમાં મળશે બૂસ્ટર ડોઝ
- 15 જુલાઈથી આપવામાં આવશે બૂસ્ટર ડોઝ
દિલ્હી:દેશમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે.ત્યારે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે લોકોને વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.એમાં સૌ પ્રથમ વેક્સિનના બે ડોઝ આપવામાં આવ્યા ત્યારબાદ બુસ્ટર ડોઝનું પણ એલાન કરાયું હતું.ત્યારે હવે કેન્દ્ર સરકારે બૂસ્ટર ડોઝને લઈને એક મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત 15 જુલાઈથી સરકારી કેન્દ્રો પર 18-59 વર્ષની વયજૂથના લોકોને મફતમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.
સરકાર આ માટે ખાસ અભિયાન ચલાવી રહી છે.સરકારના સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોનાના બૂસ્ટર ડોઝ વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે અને ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અભિયાન ચલાવવામાં આવશે.