નવી દિલ્હીઃ દેશના રાજ્યોમાં મૂડી અને વિકાસલક્ષી ખર્ચને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને રૂ.58,332.86 કરોડના સામાન્ય માસિક ડિવોલ્યુશનની સામે 1,16,665.75 કરોડ રિલિઝ કર્યા છે. કેન્દ્રની સહાય પ્રાપ્ત રાજ્યોમાં ગુજરાત પણ સામેલ છે. ગુજરાતને કુલ 4,057 કરોડની સહાય મળી છે.
કેન્દ્ર સરકારે 28 રાજ્યો માટે સહાય જાહેર કરી છે. આંધ્રપ્રદેશને રૂ. 4721.44 કરોડ, અરૂણાચલ પ્રદેશને 2049.82 કરોડ, આસામને 3649.30 કરોડ, બિહારને 11734.22 કરોડ, છત્તીસગઢને 3974.82 કરોડ, ગોવાને 450.32 કરોડ, ગુજરાતને 4057.64 કરોડ, હરિયાણાને 1275.14 કરોડ, હિમાચલ પ્રદેશને 968.32 કરોડ, ઓડિશાને 5282.62 કરોડ, પંજાબને 2102.16 કરોડ, રાજસ્થાનને 7030.28 કરોડ, ઉત્તરપ્રદેશને 20928 કરોડ આપવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. કેન્દ્ર સરકાર દ્વારા બિહાર અને ઉત્તરપ્રદેશને સૌથી વધારે આર્થિક મદદ કરવામાં આવી છે.
કેન્દ્રની સહાય બાદ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં વિકાસકામોમાં ઝડપ આવશે. વિકાસલક્ષી કામો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ ફંડ આપવામાં આવ્યું છે.