દિલ્હી – કેન્દ્ર સરકાર આવનારા વર્ષ 2022 થી સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લાવવા બાબત પર વિચાર કરી રહી છે. કેન્દ્ર સરકારે 1 લી જાન્યુઆરી, 2022 થી બે તબક્કામાં સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
આ બાબાતને લઈને એક ડ્રાફ્ટ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, આ યોજના નાના ઉદ્યોગો અને વેપારીઓને અસર નહી કરે. ઉપરાંત, કચરાથી વધતા જોખમોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પણ આ વર્ષે 30 સપ્ટેમ્બરથી પોલિથીન બેગની જાડાઈ 50 માઇક્રોનથી વધારીને 120 માઇક્રોન કરવાનો પણ નિર્ણય લીધો છે. દેશમાં હાલમાં 50 માઇક્રોનથી ઓછીની પોલિથીન બેગ પર પ્રતિબંધ છે.
15 ઓગસ્ટ વર્ષ 2022 ના રોજ ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરનાર છે. આ સમય દરમિયાન, નિયમો હેઠળ તમામ એકલ-ઉપયોગી પ્લાસ્ટિક વસ્તુઓના ઉત્પાદન, આયાત, સંગ્રહ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
બે તબક્કામાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક પબેન થશે . પહેલા 1લી જાન્યુઆરી 2022 થી કેટલીક પ્લાસ્ટિકની વસ્તુઓ જેમ કે, પ્લાસ્ટિકના ધ્વજ, ફુગ્ગાઓ અને કેન્ડી સ્ટીક બેન હશે અને ત્યારબાદ 1 જુલાઈ 2022 થી પ્લેટો, કપ, ગ્લાસ, કટલેરી જેવા કે કાંટો ચમચી, છરી, સ્ટ્રો, ટ્રે, રેપિંગ, પેકિંગ ફિલ્મ્સ, આમંત્રણ કાર્ડ્સ, સિગારેટ પેકેટો જેવા પ્લાસ્ટિક પર પ્રતિબંધ હશે.