- હોસ્પિટલમાં વધી શકે છે દર્દીઓ
- નજર રાખવામાં આવે – કેન્દ્રનો રાજ્યોને પત્ર
દિલ્હીઃ- દેશમાં સતત કોરોનાના કેસો વધી રહ્યા છે આવી સ્થિતિમાં અનેક વખત કેન્દ્રએ રાજ્યોને તકેદારીના પગલા લેવા જણાવ્યું છે ત્યારે ફરી એક વખત કેન્દ્રએ રાજ્યોને કહ્યું છે કે તેઓ હોમઆઈસોલેશન હેઠળ રહેતા કોરોનાના દર્દીઓના સ્વાસ્થ્ય પર નજર રાખે કે તેઓને હોસ્પિટલની જરૂર છે કે નહી તે જાણે તથા પરિસ્થિતિનો ત્યાગ મળવે.
આ સાથે જ પત્રમાં કહેવામાં આવ્યું છે કે સારવાર હેઠળના દર્દીઓની કુલ સંખ્યા, હોમ આઈસોલેશનમાં રહેતા દર્દીઓની સંખ્યા, હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીઓની સંખ્યા, પર ખાસ જનર રાખવામનાં આવે તથા ઓક્સિજન બેડ, આઈસીયુ બેડ, લાઈફ સપોર્ટ સિસ્ટમની જરૂરિયાત હશે તે દરેક સુવિધાઓ વગેરે તમામ રાજ્યોને પુરી પાડવામાં આવશે.
બીજી તરફ કેન્દ્રશાસિત પ્રદેશોને દૈનિક ધોરણે કોરોનાની સ્થિતિ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે આ દેખરેખના આધારે, આરોગ્ય કર્મચારીઓની જરૂરિયાત અને હોસ્પિટલો અને સારવાર કેન્દ્રોમાં તેમની ઉપલબ્ધતાની દૈનિક ધોરણે સમીક્ષા થવી જોઈએ તેવી ચૂચના અપાઈ છે.
જાણઓ પત્રમાં લખેલી ખાસ વાતો
આ બાબતે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને ફરી એક વખત ખાસ પત્ર લખીને ચાવચેત કર્યા છે, આ લખેલા પત્રમાં કહ્યું છે કે, જોકે અત્યાર સુધી માત્ર 5-10 ટકા સંક્રમિતોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે, પરંતુ પરિસ્થિતિ બદલાતી રહે છે અને પરિસ્થિતિ બદલાઈ પણ શકે છે. તેથી રાજ્યએ સંપૂર્ણ તૈયારી કરવી જોઈએ.
આ પત્રમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન, 20-23 ટકા કોરોના સંક્રમિતોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હતી. તેમણે લખ્યું છે કે એવું લાગે છે કે ઓમિક્રોનના નવા સ્વરૂપ અને ડેલ્ટાના દ્રઢતાને કારણે દેશના વિવિધ ભાગોમાં કોરોનાના કેસ વધ્યા છે. આવી સ્થિતિમાં, કોવિડ મેનેજમેન્ટ માટે માનવ સંસાધન ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓની સંખ્યા વધારવા પર ભાર મૂક્યો છે.
વિશાળ આરોગ્ય કેન્દ્રો, પ્રાદેશિક હોસ્પિટલો, અસ્થાયી હોસ્પિટલો જેવા પગલાં લેવા બદલ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પ્રશંસા કરતાં ભૂષણે કહ્યું કે સંસાધનોની પોતાની મર્યાદા હોય છે. તેથી, જ્યાં શક્ય હોય ત્યાં, આરોગ્ય કર્મચારીઓના અલગ યુનિટ બનાવવા અને તેમને શિફ્ટમાં રાખવા જરૂરી છે.
આ સાથે જ એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે આવા આરોગ્ય કેન્દ્રો દ્વારા વસૂલવામાં આવતા ચાર્જ વાજબી છે અને ઓવરચાર્જિંગના કેસ પર નજર રાખવામાં આવે છે.
આ થઈ વિશેષ ભૂષણે જણાવ્યું હતું કે અગાઉ જારી કરાયેલ માર્ગદર્શિકામાં, રાજ્યએ એમબીબીએસ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ, ઇન્ટર્ન, જુનિયર અને વરિષ્ઠ નિવાસી ડોકટરો, 3-4 વર્ષના બીએસસી નર્સિંગ અને એમએસસી નર્સિંગ વિદ્યાર્થીઓની પણ મદદ પણ લેવી જોઈએ.