- 1લી એપ્રિલથી તમામ લોકો લઈ શકશે વેક્સિન
- કેન્દ્ર સરકારે કરી ઘોષણા
દિલ્હી – કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે,કેન્દ્ર જાહેરાત કરી છે કે,1લી એપ્રિલના રોજથી 45 વર્ષથી વધુ ય ધરાવકતા તમામ લોકોને કોરોના વેક્સિનનો ડોઝ આપવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે હવે 45 વર્ષથી ઉપરના લોકોએ કોરોના રસીકરણ માટે નોંધણી કરાવવી, હવે આ નિયમ ફક્ત સરકારી કર્મચારીઓ માટે જ નથી, પરંતુ 45 વર્ષથી ઉપરના સામાન્ય નાગરિકો પણ વેક્સિન લઈ શકશે.
અત્યાર સુધીમાં ફક્ત ગંભીર બીમારીઓ વાળા 45 થી 60 વર્ષની વચ્ચે વય ધરાવતા લોકોને રસી આપવામાં આવી રહી હતી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે લોકોએ ફક્ત પોતાનું નામ નોંધાવવાનું રહેશે. આ પછી, તેઓ સરળતાથી સરકારી અને ખાનગી કેન્દ્રો પર વેક્સિન લઈ શકશે.
આ સમગ્ર મામલે કેન્દ્રીય મંત્રીએવધુમાં કહ્યું કે અત્યાર સુધીમાં આખા દેશમાં 4.85 કરોડ લોકોનેરસી આપવામાં આવી છે. જેમાં 80 લાખ લોકોને બન્ને ડોઝ આપવનામાં આવી ચૂક્યા છે. તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 32.54 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે કોરોના સામેના યુદ્ધમાં, દેશમાં રસીકરણનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે.
સાહિન-