Site icon Revoi.in

દેશમાં વધતા કોરોનાના કહેરને લઈને કેન્દ્રની આરોગ્ય ટીમ અસરગ્રસ્ત રાજ્યોની લેશે મુલાકાત

Social Share

દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વધતાની સાથે જ સરકારની ચિંતાઓ પણ વધી રહી છે, દેશના કેટલાક રાજ્યોમાં રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસમાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ કોરોનાના વધતા કેસોને લઈને કેન્દ્ર સરકારની ચિંતા વધી છે,

કોરોનાના કેસને લઈને કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમ હવે કોરોના ગ્રસ્ત રાજ્યોની મુલાકાત લેનાર છે. ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કોરોના વધતા કેન્દ્રની આરોગ્ય ટીમ આહી આવશે અને સ્થિતિનું નિરિક્ષણ કરશે.

કેન્દ્રની આરોગ્ય ટીમ જુદા- જુદા રાજ્યોની મુલાકાત કરશે અને આરોગ્ય વિભાગની કોરોના પરિસ્થિતિની સમીક્ષા કરશે. આ સાથે જ કેન્દ્રની ટીમ દ્વારા ચિકિત્સકોની ટીમને પુરતુ માર્ગદર્શન પુરુ પાડશે.આસાથે જ કોરોના ગ્રસ્ત રાજ્યોની હોસ્પિટલોમાં પણ જશે ત્યા ડોક્ટરોની પણ મુલાકાત લેશે.આ સાથે જ કેન્દ્ર દ્રારા હવે કોરોનાના નિયમોનું સખ્ત પાલન કરવાની અપીલ પણ કરવામાં આવી છે, માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે

સાહિન-