Site icon Revoi.in

ધો-3થી 10 અને 12ના બદલાયેલા 51 પાઠ્ય પુસ્તકો નવા સત્રથી અમલમાં આવશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી 18 વિષયના કુલ 51 નવા પુસ્તક અભ્યાસક્રમમાં દાખલ થશે. લાંબા સમયથી ધો-3થી 10 અને ધો-12ના પુસ્તકો બદલાયા ન હોવાથી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ 51 પુસ્તક તૈયાર થઈ ગયા બાદ પ્રિન્ટ થઈ ચૂક્યા છે અને બજારમાં પણ વેચાણ માટે મળી રહ્યા છે. ઉપરાંત હવે આગામી વર્ષે પણ કેટલાક પુસ્તકો બદલાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આમ, દર વર્ષની જેમ આ વખતે પણ કેટલાક પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી ધો-3થી ધો-10 અને ધો-12ના નવા 51 નવા પુસ્તકોમાં ધો-9ના 5, ધો-7ના 3, ધો-3ના 1, ધો-4ના 1, ધો-5ના 2, ધો-6ના 2, ધો-8ના 2, ધો-10ના 1 અને ધો-12ના 1 વિષયના પુસ્તકમાં ફેરફાર કરાયો છે. ઘણા વર્ષોથી પુસ્તકો બદલાયા ન હોઈ હાલના સમયની જરૂરિયાત પ્રમાણે તેમાં ફેરફાર કરવાનું આવશ્યક જણાતા તેમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો હતો. દરમિયાન જે પુસ્તકોમાં ફેરફાર કરાયો છે તે પૈકી મહત્વના વિષયોમાં ધો-3માં વાચનમાળા, ધો-4માં ગુજરાતી પ્રથમ ભાષા, ધો-5માં ગુજરાતી પ્રથમ ભાષા અને પર્યાવરણ, ધો-7માં સામાજિક વિજ્ઞાન, ધો-9માં કમ્પ્યુટર અધ્યયન, ધો-10માં સમાજિક વિજ્ઞાન અન ધો-12માં કમ્પ્યૂટર અધ્યયન વિષયના પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા પુસ્તકો ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, સિંધી, ઉર્દૂ, તમિલ, હિન્દી માધ્યમમાં ફેરફાર કરાયો છે. ઉપરાંત ધો-9ના ટેકનિકલ હાઈસ્કૂલોમાં શરૂ કરવાના થતાં નવા 4 વોકેશનલ અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકોમાં પણ ફેરફાર કરાયો છે. નોંધનીય છે કે, પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ધો-9 અને ધો-11ના નવા પુસ્તકો 2016માં તૈયાર કરાયા હતા. જો કે તેમાં કેટલાક પુસ્તકો 2017માં તૈયાર કરાયા હતા.

આ ઉપરાંત ધો-10 અને ધો-12માં નવા પુસ્તકો 2017માં અમલમાં આવ્યા હતા. ધો-10 અને ધો-12ના પુસ્તકોમાં ચાર-પાંચ વર્ષથી ફેરફાર થયો ન હોવાથી તેમાં ફેરફાર માટેની કવાયત શરૂ કરાઈ હતી અને તબક્કાવાર તેમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. ધો-9 ટેકનિકલ હાઈસ્કૂલોમાં શરૂ કરવાના થતાં નવા 4 વોકેશન અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકો પણ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતી માધ્યમમાં એન્જિનિયરિંગ વર્કશોપ ટેક્નોલોજી, એન્જિનિયરિંગ ડ્રોઈંગ, ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ હાર્ડવેર ટેક્નોલોજી અને કમ્પ્યૂટર ટેક્નોલોજી વિષયના પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. જે પુસ્તકો બદલાયા છે, જેમાં ધો -3 વાચનમાળા, ધો. 4 ગુજરાતી, ધો. 5 ગુજરાતી, પર્યાવરણ, ધો. 6 સર્વાંગી શિક્ષણ, ધો. 7 સર્વાંગી શિક્ષણ, સામાજિક વિજ્ઞાન. ધો. 8 સર્વાંગી શિક્ષણ, સામાજિક વિજ્ઞાન, ધો. 9 કમ્પ્યૂટર અધ્યયન, ધો.
10 સામાજિક વિજ્ઞાન, ધો.12 કમ્પ્યૂટર અધ્યયનનો સમાવેશ થાય છે.