જમ્મુ-કાશ્મીરની બદલાતી સુરત -કેન્દ્ર એ કહ્યું ‘હવે માત્ર આતંકવાદનું ઠેકાણું રહ્યું નથી. પ્રવાસીઓનું વધતુ આકર્ષણ પણ છે’
- જમ્મુ કાશ્મીર એટલે પ્રવાસીઓનું આકર્ષમ
- હવે આતંકવાદ સિવાય અહી પ્રવાસીઓ પણ આવે છે
- કેન્દ્ર એ કહ્યું કે જમ્મુ કાશ્મીરની સુરત બદલાઈ રહી છે
શ્રીનગરઃ- દેશમાં જ્યારથી જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અસરહીન થઈ છે ત્યારથી પ્રવાસીઓ અહી વધુ આવતા થયા છે એટલું જ નહી જે જમ્મુ કાશ્મીર પહેલા આતંકવાદ માટે જ જાણીતું હતું તે હવે પ્રવાસીઓ માટે જાણીતી બન્યું છે,હવે લોકો એહી ફરવા આવી રહ્યા છે તેનો સીધો અર્થ એ થી રહ્યો છે કે લોકોના મનમાં હવે ભય ઓછો થયો છે અને આ તમામ બાબત શક્ય બની છે કેન્દ્ર સરકારના અથાગ પ્રયત્નથી, બીજેપી દ્રારા સતત અહી મુલાકાત લેવામાં આવી રહી છે સ્થિતિની સમિક્ષાઓ થી રહી છે જેને લઈને સામાન્ય જનતા પણ હવે અહી આવતા અચકાતી નથી.
ત્યારે હવે આ બબાતને લઈને કેન્દ્ર સરકાર દ્વારા એક નવો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં પર્યટનના આંકડા શેર કરતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીર, જે એક સમયે આતંકવાદી સ્થળ માનવામાં આવતું હતું, તે હવે ‘પર્યટન સ્થળ’ બની ગયું છે અને વર્ષ 2022 માં, 22 લાખ પ્રવાસીઓએ કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત લીધી હતી. જે અગાઉના અનેક વર્ષ કરતા બમણી સંખ્યા દર્શાવે છે.વિતેલા દિવસને મંગળવારે જારી કરાયેલા ગૃહ મંત્રાલયના ‘યર-એન્ડ રિવ્યુ 2022’ અનુસાર, વર્ષ 2018માં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓની સંખ્યા 417 હતી, જ્યારે 2021માં આ સંખ્યા ઘટીને 229 થઈ ગઈ છે.
કેન્દ્રએ આપેલા રિપોર્ટ પ્રમાણે જમ્મુ અને કાશ્મીરમાં હવે પથ્થરમારાની કોઈ ઘટના નથી, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર સંકલ્પ સાથે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિકાસના માર્ગ પર આગળ વધી રહી છે હવે પીએમ મોદીના નેતૃત્વમાં સુરક્ષા દળોએ આતંકવાદ પર લગામ વધુ કડક કરી છે.
- જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં લગભગ 54 ટકા, સુરક્ષા જવાનોના મૃત્યુમાં 84 ટકા અને આતંકવાદીઓની ભરતીમાં લગભગ 22 ટકાનો ઘટાડો થયો છે.
- મંત્રાલયે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર માટે પ્રધાનમંત્રી વિકાસ પેકેજ હેઠળ, 80,000 કરોડ રૂપિયાના ખર્ચે જળવિદ્યુત ઊર્જા સંબંધિત લગભગ 63 પ્રોજેક્ટ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે.
- મંત્રાલયે કહ્યું કે કિરુ પ્રોજેક્ટનું કામ 4287 કરોડ રૂપિયાના ખર્ચે પ્રગતિમાં છે.
- મંત્રાલયે કહ્યું કે 2018માં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓની સંખ્યા 417 હતી, જ્યારે 2021માં આ સંખ્યા ઘટીને 229 થઈ ગઈ છે.
-
મંત્રાલયે કહ્યું છે કે છેલ્લા 70 વર્ષના શાસન દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં માત્ર રૂ. 15,000 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું, પરંતુ મોદી સરકારના નીતિવિષયક દરમિયાનગીરી બાદ છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં લગભગ રૂ. 56,000 કરોડનું રોકાણ કરાયું છે.