આજથી ચૂંટણી પંચની બે દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફોરન્સનો આરંભ -કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય ચૂંટણી કમિશનર કરશે
- આજથી ચૂંટણી પંચની બે દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફોરન્સ આરંભ
- કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય ચૂંટણી કમિશનર કરશે
- જેનો વિષય હશે ‘ટેકનોલોજીનો ઉપયોગ અને ચૂંટણીની અધિકૃતતા’
દિલ્હીઃ- આજથી કેન્દ્રીય ચૂંટણી પંચ ‘ટેકનોલોજીનો ઉપયોગ અને ચૂંટણીની અધિકૃતતા’ વિષય પર બીજી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો આરંભ કરશે. આ બે દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર કરશે.
આ કોન્ફોરન્સને લઈને વિતેલા દિવસને રવિ વારના રોજ ચૂંટણી પંચે જણાવ્યું હતું કે 17 દેશો/ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓના 43 પ્રતિનિધિઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના છ પ્રતિનિધિઓ આ કોન્ફોરન્સમાં ઉપસ્થિતિ રહી શકે છે.આ સહીત નવી દિલ્હી સ્થિત અનેક વિદેશી મિશનના પ્રતિનિધિઓ પણ કોન્ફરન્સમાં ભાગ લે તેવી અપેક્ષા છે.
આ કોન્ફોરન્સમાં અંગોલા, આર્જેન્ટિના, આર્મેનિયા, ઓસ્ટ્રેલિયા, ચિલી, ક્રોએશિયા, ડોમિનિકા, ફિજી, જ્યોર્જિયા, ઇન્ડોનેશિયા, કિરીબાતી, મોરિશિયસ, નેપાળ, પેરાગ્વે, પેરુ, ફિલિપાઇન્સ અને સુરીનામ અને IFES, ઇન્ટરનેશનલ IDEA જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સહિત 17 દેશો/EMBના લગભગ 43 સહભાગીઓ 06 સહભાગીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.
આ આયોજન નવી દિલ્હીમાં 23-24 જાન્યુઆરી, 2023 ના રોજ ‘ટેકનોલોજી અને ચૂંટણી અખંડિતતાનો ઉપયોગ’ થીમ પર રાખવામાં આવ્યું છે આ 2જી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન છે. ડિસેમ્બર, 2021માં વર્ચ્યુઅલ રીતે યોજાયેલી ‘સમિટ ફોર ડેમોક્રેસી’ પછી ECIની આગેવાની હેઠળનું જૂથ ‘ઇલેક્શન ફિડેલિટી’ની સ્થાપના કરવામાં આવી હતી.
આ જૂથની પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદ 31 ઓક્ટોબરથી બે દિવસ દિલ્હીમાં ‘ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓની ભૂમિકા, ફ્રેમવર્ક અને ક્ષમતા’ થીમ પર યોજાઈ હતી, જેમાં 11 દેશોમાંથી ચૂંટણી પ્રબંધન સંસ્થાઓના લગભગ 50 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
tags:
ELECTION COMMISSION